અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે બ્રેકઅપ કરી લીધું છે. અરબાઝ ખાન 2017 માં મલાઈકા અરોરા સાથેના છૂટાછેડા પછી જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે હતો. તેમના છૂટાછેડા હોવા છતાં, મલાઈકા અને અરબાઝે તેમના પુત્ર અરહાન માટે મૈત્રીપૂર્ણ કોપેરન્ટિંગ સેટઅપ જાળવી રાખ્યું હતું. પિંકવિલા સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં, જ્યોર્જિયાએ પહેલીવાર અરબાઝથી અલગ થવાની ખુલ્લેઆમ ચર્ચા કરી. તેણે કહ્યું, “અમે નજીકના મિત્રો હતા, લગભગ ખૂબ જ સારા મિત્રોની જેમ. તેના માટે મારી લાગણી હંમેશા રહેશે." તેણે સ્પષ્ટતા કરી, "મલાઈકા સાથેના તેના અગાઉના સંબંધોની તેની સાથેના મારા સંબંધો પર કોઈ ખાસ અસર થઈ નથી. કોઈની ગર્લફ્રેન્ડનું લેબલ લગાવવું એ મને અપમાનજનક લાગે છે. અમે બંને સમજતા હતા કે આ હંમેશા ચાલે તેવો સંબંધ નથી."
તેણે એમ પણ કહ્યું હતું કે, અરબાઝ અને મલાયકાના સંબંધોની કોઇ અસર અમારા સંબંધ પર પડી નથી. તેઓ તેમના પુત્ર અરહાન માટે પોતપોતાની રીતે જવાબદારી નિભાવી રહ્યા છે.
અરબાઝ સાથેના તેના હાલના સંબંધો વિશે વાત કરતા તેણે કહ્યું કે, હાલમાં અમે ઘણા સારા મિત્રો છીએ. જ્યારે અમે ફક્ત મિત્રો કરતાં વધુ હતા ત્યારે પણ અમે હંમેશા મજબૂત બંધન શેર કર્યું છે. અમારું બંધન મજબૂત હતું. અમે ઘણી સારી ક્ષણો સાથે વિતાવી છે. અમારા ઈતિહાસને જોતાં, મિત્રોની નજીક હોવાથી બદલાવ એક પડકાર હતો. તેણે આગળ કહ્યું, "લાંબા કે ટૂંકાગાળાના સંબંધોમાંથી બહાર આવવુ મુશ્કેલ હોય છે. અમારા સંબંધોને ખાસ બનાવે છે તે અમે સાથે પસાર કરેલ સમય છે. લાંબા સમય સુધી મજાક મસ્તી કર્યા બાદ અલગ થવુ મુશ્કેલ છે. જો કે બ્રેકઅપનું રિબાઉન્ડ સૌથી ફાયદાકારક છે.
બોલિવૂડ હંગામા સાથેની પહેલાના એક ઈન્ટરવ્યૂમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ તેના બોયફ્રેન્ડ અરબાઝ ખાન સાથેના ફ્યૂચર પ્લાનિંગ પર બોલતા કહ્યું કે, "લગ્ન અથવા લગ્નના સંદર્ભમાં, તે ખરેખર એવી વસ્તુ નથી કે જેના વિશે અમે સક્રિયપણે વિચારી રહ્યા છીએ.." તેણે સ્પષ્ટ કહ્યું કે બંને જીવનભર મિત્રો રહેશે.
ઉલ્લેખનીય છે કે, બોલીવૂડ અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકાના 2017માં છૂટાછેડા થયા હતા. ત્યાર પછી અરબાઝ ખાન મોડલ જ્યોર્જિયા સાથે સંબંધમાં હતો અને મલાઈકા અર્જુન કપૂર સાથે સંબંધમાં છે. એક્ટ્રેસ મલાઈકા અરોરા અને બોલીવૂડ અભિનેતા અર્જૂન કપૂર બંને ઘણીવાર પાર્ટીઓમાં સાથે જોવા મળે છે.