અરબાઝની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે, વીડિયોમાં દેખાઇ રહ્યું છે, અરબાઝ ખાન પોતાની બાલ્કનીમાં સુઇ રહ્યો છે, અને અચાનક તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની આવીને અરબાઝ ખાનની દાઢી શેવિંગ કરી દે છે.
અરબાઝ અને જ્યોર્જિયા એન્ડ્રિયાનીના આ વીડિયોને અત્યાર સુધી 40 હજારથી પણ વધુ લોકો જોઇ ચૂક્યા છે. કેટલાક કલાકારોએ બન્નેને કેમેસ્ટ્રી પર કૉમેન્ટ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, અરબાઝ ખાન છેલ્લી વાર સલમાન ખાનની દબંગ 3માં જોવા મળ્યો હતો. પણ કોરોના વાયરસના કારણે હાલ ફિલ્મ શૂટિંગ બંધ છે, એટલે આગામી ફિલ્મ વિશે માહીતી સામે નથી આવી.