'ગોલ માલ', 'નમક હલાલ' અને 'ઈંકાર' જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરનાર પીઢ અભિનેતા હરીશ મેગનનું નિધન થયું છે. તેમની ઉંમર 76 વર્ષની હતી. અભિનેતાના મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી. અભિનેતાના નિધનથી ફિલ્મ ઉદ્યોગમાં શોકનો માહોલ છવાયો હતો. હરીશના નિધન પર તમામ સેલેબ્સ અને ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.






CINTAA એ હરીશના નિધનના સમાચાર પર શોક વ્યક્ત કર્યો


સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોસિએશન (CINTAA) એ હરીશ મેગનના મૃત્યુના સમાચાર ટ્વિટર પર શેર કર્યા છે. પોસ્ટમાં લખ્યું હતું કે, "CINTAA હરીશ મેગન (જૂન 1988થી સભ્ય)ના નિધન પર શોક વ્યક્ત કરે છે."


ફિલ્મ ઈતિહાસકાર પવન ઝાએ પણ  શોક વ્યક્ત કર્યો


ફિલ્મ ઈતિહાસકાર પવન ઝાએ પણ ટ્વિટર પર હરીશ મેગનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. 1975ની ફિલ્મ આંધીનો એક વિડિયો શેર કરતાં તેમણે લખ્યું હતુ કે , “હરીશ મેગન-યાદોમાં હિન્દી સિનેમામાં તે સુંદર કેમિયો માટે હંમેશા યાદ રાખવામાં આવશે. FTIIમાંથી સ્નાતક,  તે ગુલઝારના સહાયક મેરાજના નજીકના મિત્ર હતા અને તેથી અહીં આંધી ગીતમાં એક બ્રેક માટે કેમેરાનો સામનો કરવો પડ્યો હતો."






હરીશ મેગને ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું


FTII ગ્રેજ્યુએટ હરીશ મેગન 'ચુપકે ચુપકે', 'ખુશ્બૂ', 'મુકદ્દર કા સિકંદર' અને 'શહેનશાહ' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. 1997માં અભિનેતાની છેલ્લી ફિલ્મ હતી ઉફ! યે મોહબ્બત’હતી. નોંધનીય છે કે હરીશ મુંબઈના જુહુમાં હરીશ મેગન એક્ટિંગ ઈન્સ્ટિટ્યૂટ નામની એક્ટિંગ ઈન્સ્ટિટ્યૂટ પણ ચલાવતા હતા.


સંજય મિશ્રાની ફિલ્મે કરી બતાવી કમાલ


અભિનેતા સંજય મિશ્રાની ટૂંકી હિન્દી ફિલ્મ 'ગિદ્ધા'એ કમાલ કરી છે. એશિયા ઈન્ટરનેશનલ કોમ્પિટિશન જીત્યા બાદ આ ફિલ્મ હવે ઓસ્કાર માટે ક્વોલિફાય થઈ ગઈ છે. સંજય મિશ્રા અને તેના ચાહકો માટે આ સારા સમાચાર છે. સંજય મિશ્રા બોલિવૂડના એ કલાકારોમાંના એક છે જે દરેક પાત્રમાં પોતાની એક્ટિંગથી જીવ રેડી દે છે. કારકિર્દીની શરૂઆતમાં સખત સંઘર્ષ બાદ પણ સંજય મિશ્રાએ હિંમત હારી ન હતી. આજે તેમની ગણતરી બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાં થાય છે.