Golden Globe Awards 2026: ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2026ના વિનર્સની જાહેરાત લોસ એન્જલસમાં થઈ હતી. દર વર્ષે આ પ્રતિષ્ઠિત હોલિવૂડ એવોર્ડ સમારોહ ફિલ્મો અને ટીવી સીરિઝના એવા સ્ટાર્સનું સન્માન કરે છે જેમણે તેમના શાનદાર અભિનય અને વાર્તાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. ચાલો જાણીએ આ વર્ષના ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિજેતાઓની યાદી.
2026 ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે વિજેતાઓની સંપૂર્ણ યાદી
83મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સનું આયોજન સતત બીજા વર્ષે કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં બેવર્લી હિલ્ટન હોટલમાં કોમેડિયન નિક્કી ગ્લેઝરે કર્યું હતું. તે એક અદભૂત કાર્યક્રમ હતો, જેમાં ફિલ્મ અને ટેલિવિઝનના કેટલાક મોટા નામો હાજર રહ્યા હતા જેઓ શાનદાર લૂકમાં પહોંચ્યા હતા. ઘણા સ્ટાર્સે પણ એવોર્ડ જીત્યા હતા. "એડોલેસેન્સ" વેબ સીરિઝથી લોકપ્રિયતા મેળવનાર 16 વર્ષીય અભિનેતા ઓવેન કૂપરે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો. આ તેનો પહેલો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ છે.
2026 ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે વિજેતાઓની યાદી
બેસ્ટ ફીમેલ સપોર્ટિંગ એક્ટ્રેસ - ટેયાના ટેલર, વન બેટલ આફ્ટર અનધર (પ્રથમ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ)બેસ્ટ મેલ સપોટિંગ એક્ટર - સ્ટેલન સ્કાર્સગાર્ડ, સેન્ટિમેન્ટલ વેલ્યુબેસ્ટ મેલ એક્ટર, ટીવી સીરિઝ - નોઆ વાયલે, ધ પિટબેસ્ટ ફીમેલ એક્ટર, ટીવી સીરિઝ (સંગીત અથવા કોમેડી) - જીન સ્માર્ટ, હેક્સ (ત્રીજો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ)બેસ્ટ મેલ એક્ટર, ટીવી ડ્રામા, ઓવેન કૂપર, એડોલેસેન્સબેસ્ટ મેલ એક્ટર, ટીવી સીરિઝ (સંગીત/કોમેડી) - સેથ રોજેનબેસ્ટ પોડકાસ્ટ - એમી પોહલરબેસ્ટ સોંગ મોશન પિક્ચર્સ - કે-પોપ ડેમન હન્ટર્સબેસ્ટ સ્કોર મોશનલ પિક્ચર્સ - લુડવિગ ગોરાન્સન, સિનર્સબેસ્ટ સ્ક્રીન પ્લે મોશન પિક્ચર - પોલ થોમસ એન્ડરસન, વન બેટલ આફ્ટર અનધરબેસ્ટ પરફોમન્સ ફીમેલ એક્ટર- કોમેડી/સંગીત - રોઝ બાયર્ન, ઇફ આઈ હેડ લેગ્સ આઈ વૂડ કિક યુબેસ્ટ પરફોમન્સ મેલ, લિમિટેડ સીરિઝ-સ્ટીફન ગ્રેહામ એડોલેસેન્સબેસ્ટ સિનેમેટિક એન્ડ બોક્સ ઓફિસ અચીવમેન્ટ- સિનર્સબેસ્ટ ટેલિવિઝન લિમિટેડ સીરિઝ, એન્થોલોજી સિરીઝ - મિશેલ વિલિયમ્સ, ડાઇંગ ફોર સેક્સ!બેસ્ટ ડિરેક્ટર- પોલ થોમસ એન્ડરસન, વન બેટલ આફ્ટર અનધર બેસ્ટ એનિમેટેડ ફિલ્મ - કે-પોપ ડેમન હન્ટર્સ