મુંબઈ : બોલીવૂડ એક્ટ્રેસ અને ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી અને ઉલ્લુ એપની વેબ સીરીઝ મોનિકામાં લીડ રોલ પ્લે કરનારી કંગના શર્મા તેના બોલ્ડ અને સેક્સી અવતાર માટે જાણીતી છે. કંગના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક સેક્સી વીડિયો શેર કર્યો છે. 






આ વીડિયોમાં કંગના શર્મા વ્હાઈટ કલરના શર્ટમાં જોવા મળી રહી છે. જેમાં અભિનેત્રી કેમરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે. અન્ય એક વીડિયોમાં પ્રિન્ટેડ બ્રા પહેરી છે અને ખુલ્લા વાળ સાથે એકથી વધુ સેક્સી પોઝ આપી રહી છે. અભિનેત્રીની બોલ્ડનેસ જોઈને યૂઝર્સને પરસેવો છૂટી જાય છે. ચાહકો કોમેન્ટ બોક્સ પર ફાયર ઇમોજી અને રેડ હાર્ટ ડ્રોપ કરી રહ્યા છે.






'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ કંગના શર્મા (Kangna Sharma) ફરી એક વખત હોટ અંદાજને લઈને ચર્ચામાં છે. કંગના શર્મા પોતાની ફિટનેસ અને હિટ લુકના આધારે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.  કંગના શર્મા નિયમિત વર્કઆઉટ કરે છે. અભિનેત્રી તેના દિવસની શરૂઆત પણ વર્કઆઉટથી કરે છે. કંગના શર્માએ 2012માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.