ઉલ્લેખીય છે કે, કંગના હાલમાં મનાલી સ્થિત પોતાના પરિવાર સાથે ઘરે છે અને એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં અવાજ ઉઠાવી રહી છે. કંગનાનું કહેવું છે કે, તેમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેના બાદ પોલીસની એક ટીમે કંગનાના ઘરે સુરક્ષા માટે ગોઠવી દીધી છે.
કંગનાએ આ ઘટના અંગે વાત કરતા જણાવ્યું કે,“હું મારા બેડરૂમમાં હતી અને રાતે લગભગ 11.30 વાગ્યે મને ફટાકડા જેવો અવાજ સંભળાયો હતો. પહેલા મને લાગ્યું કે, કોઈ ફટાકડા ફોડી રહ્યું છે, પરંતુ જ્યારે બીજી વાર અવાજ સાંભળો ત્યારે હું સચેત થઈ ગઈ કારણ કે આ ફાયરિંગનો અવાજ હતો. હાલમાં મનાલીમાં પ્રવાસીઓ પણ નથી આવતા તો ફટાકડા કોણ ફોડે. તેથી મે તરત સિક્યોરિટીને બલાવ્યો અને પૂછ્યૂ તો તેમણે જણાવ્યું કે, બની શકે, કોઈ બાળકો હશે. બની શકે મારા સિક્યોરિટીએ ફાયરિંગનો અવાજ ન સાંભળ્યો હોય. જો કે, બાહર કોઈ નહોતું. અમે ઘરે પાંચ લોકો છે. તેના બાદ અમે પોલીસને જાણ કરી હતી.
કંગનાએ કહ્યું, અમને લાગે છે કે, આ અમને ડરાવવા માટે કરવામાં આવ્યું હતું. કંગનાએ એ પણ આરોપ લગાવ્યો કે, તેમની પોલિટિકલ ટિપ્પણીના કારણે આ બધુ થઈ રહ્યું છે. કંગનાનો દાવો છે કે, આ કોઈ વિદેશી હથિયારથી ચલાવવામાં આવેલી ગોળી હતી. કંગનાનું કહેવું છે કે, તેના બાદ પણ તે નહીં ડરે.