Natasa Stankovic Saree Photos: હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની નતાશા સ્ટાનકૉવિકે તાજેતરમાં નવું ગીત 'તેરે કરકે' રિલીઝ કર્યું છે. હવે અભિનેત્રી એક ઇવેન્ટમાં જોવા મળી હતી જ્યાં અભિનેત્રીએ તેના સિઝલિંગ લૂકથી બધાને ચોંકાવી દીધા હતા. તેના લૂકની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હવે નતાશાએ પણ સાડીમાં પોતાનું ફિગર ફ્લૉન્ટ કરતી તસવીરો શેર કરી છે.


નતાશા સ્ટાનકૉવિક ગ્રે રંગની સુંદર સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ સાથે સાડીની જોડી બનાવી છે. એક્ટ્રેસ મેચિંગ ઈયરિંગ્સ અને ખુલ્લા વાળમાં ખૂબ જ સિઝલિંગ લાગી રહી છે. તસવીરોમાં તે તેના કર્વી ફિગરને ફ્લૉ઼ન્ટ કરતી જોવા મળી રહી છે. તેણે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે અલગ-અલગ સ્ટાઈલમાં પૉઝ આપતી જોવા મળી રહી છે.






રૂમર્ડ બૉયફ્રેન્ડે કરી કૉમેન્ટ 
ફેન્સે આ ફોટાઓ પર નતાશા સ્ટાનકૉવિકના વખાણ કરતાં થાકતા નથી, ત્યારે તેના બેસ્ટ મિત્ર અને રૂમર્ડ બૉયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સે પણ તેના વખાણ કર્યા છે. તેણે ફાયર ઇમોજી શેર કરીને કોમેન્ટ કરી છે.






જુલાઇમાં નતાસા સ્ટાનકૉવિક- હાર્દિક પંડ્યાએ કન્ફૉર્મ કર્યુ હતુ ડિવૉર્સ 
નતાશા સ્ટાનકૉવિક અને હાર્દિક પંડ્યાએ આ વર્ષે જુલાઈમાં સંયુક્ત પોસ્ટમાં તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. બંનેએ પોસ્ટમાં લખ્યું હતું કે તેઓ સાથે મળીને તેમના પુત્ર અગત્સ્યનો ઉછેર કરશે. હાર્દિકથી અલગ થયા બાદ નતાશાનું નામ તેના મિત્ર એલેક્ઝાન્ડર એલેક્સ સાથે જોડવામાં આવી રહ્યું છે. બંને ઘણી વખત સાથે સમય વિતાવતા જોવા મળ્યા છે.


આ પણ વાંચો


Devoleena Bhattacharjee એ ફરી શેર કરી પ્રેગનન્સી ફોટોશૂટની સુંદર તસવીરો, બોલી- ‘હર કિક યાદ દિલાતી હૈ, તુમ આ રહે હો’