ચરસી અનુરાગનુ હેશટેગ ટ્વીટર પર જબરદસ્ત ટ્રેન્ડ થતાં, અનુરાગ કશ્યપે પ્રતિક્રિયા આપી હતી, 48 વર્ષીય અનુરાગે લખ્યું- ઉફ્ફ આટલો ચરસી પ્રેમ... કાશ કે હોશમાં પણ આટલો જ પ્રેમ મળે તમારા બધા તરફથી. તમારા હેશટેગહેપ્પીબર્થડેચરસીઅનુરાગ માટે આભાર....
આ દિવસે એક યૂઝર્સે ફિલ્મ મેકરને વિશ કરતાં લખ્યું- હેપ્પી ડ્રગ્સ ડે ટૂ અનુરાગ. હેશટેગહેપ્પીબર્થડેચરસીઅનુરાગ. કોઇબીજાએ લખ્યું- તે વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા જે ચરસી લોકો અને ડ્રગ પેડલર્સ પોતાનુ સમર્થન આપે છે
આ હેશટેગહેપ્પીબર્થડેચરસીઅનુરાગનુ ટ્રેન્ડનુ ચલણ ગઇકાલથી શરૂ થયુ છે. જ્યારે અનુરાગે દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મેનેજર સાથે થયેલા વૉટ્સએપ ચેટની તસવીર શેર કરી અને તેમાં તેમને સુશાંતનો ઉલ્લેખ એક સમસ્યાગ્રસ્ત શખ્સ તરીકે કર્યો અને જણાવ્યુ કે આના કારણે તે તેના સાથે કામ કરવા ન હતા માંગતા.