ચેન્નાઇઃ સાઉથની જાણીતી હૉટ એક્ટ્રેસ નમિતાએ હવે રાજનીતિમાં પગ મુકી દીધો છે. નમિતાએ શનિવારે બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો હતો. રાજકારણમાં આવ્યા પહેલા નમિતા સાઉથ ફિલ્મોમાં બૉલ્ડનેસની મોટી મોટી હીરોઇનોને માત આપી ચૂકી છે. નમિતા બાહુબીલમાં કટપ્પા બનેલા સત્યરાજ સાથે પણ રૉમાન્સ કરી ચૂકી છે.

નમિતાએ 2002માં તુલુગુ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યુ હતુ, તેને ફિલ્મોમાં અનેક બૉલ્ડ સીન પણ આપ્યા છે. તેને પોતાના પિતાની ઉંમર જેટલા મોટા સત્યરાજ ઉર્ફે બાહુબલીના કટપ્પા સાથે ફિલ્મ 'ઇંગ્લિશકરન'માં રૉમાન્સ કર્યો હતો. નમિતા હંમેશા પોતાની બૉલ્ડનેસના કારણે ચર્ચામાં રહી છે. જોકે, હવે તેને રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો છે.


નોંધનીય છે કે, એક્ટ્રેસ નમિતાએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા પોતાના હૉમ સીટી સુરતમાં કેટલીય બ્યૂટી કૉન્ટેસ્ટ જીતી હતી. તે વર્ષ 1998માં મિસ સુરત પણ રહી ચૂકી છે.


2001માં મિસ ઇન્ડિયા ભાગ લીધો, તે ત્રીજા નંબરે રનરઅપ રહી હતી. બાદમાં વર્ષ 2002માં તેલુગુની રૉમેન્ટિક ફિલ્મ સોન્થમ સાથે ડેબ્યૂ કર્યુ હતુ.



નમિતાએ નવેમ્બર, 2017માં તિરુપતિમાં પોતાના બેસ્ટ ફ્રેન્ડ વિરેન્દ્ર ચૌધરી સાથે લગ્ન કરી લીધા હતા.