નવી દિલ્હીઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સારા અલી ખાન અને કાર્તિક આર્યન વચ્ચેના રિલેશનશીપને લઇને અવાર નવાર ચર્ચાઓ થતી રહે છે. હવે ખુદ કાર્તિક આર્યને એક શૉમાં સારાને પત્ની બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે, શૉનો એક વીડિયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે.

ખરેખરમાં, એક્ટર કાર્તિક આર્યનનો આ વીડિયો રેપિડ ફાયર શૉનો છે, જેમાં તેની સાથે એક્ટ્રેસ અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર પણ દેખાઇ રહી છે. આ ત્રણેય જણા શૉમાં 'પતિ પત્ની અને વો'નું પ્રમૉશન કરવા પહોંચ્યા હતા.



શૉ દરમિયાન હૉસ્ટ એક્ટર કાર્તિકને પ્રશ્ન પુછે છે, કહે છે તમને કેટલાક ઓપ્શન મળશે, જેમાં તમારે જવાબ આપવાનો છે. હૉસ્ટે પુછ્યુ કે કોન તમારી 'પત્ની' હશે અને કોન તમારી 'વો' હશે?.... આ પ્રશ્નમાં હૉસ્ટે કાર્તિકને એક્ટ્રેસ તારા સુતરિયા, સારા અલી ખાન, કિયારા અડવાણી અને નુસરત ભરુચાનુ નામ ઓપ્શનમાં આપે છે. અહીં જવાબમાં કાર્તિક સારા અલી ખાન અને કિયારા અડવાણીને પત્ની તરીકે બનાવવાનુ કહે છે, જ્યારે તારા અને નુસરતને વો બનાવવાનું કહે છે.


કાર્તિકના આ વીડિયોને લઇને સોશ્યલ મીડિયામાં ખુબ ચર્ચા અને રિએક્શનો થઇ રહ્યાં છે.