બોલિવૂડની બ્યુટી ક્વીન ઉર્વશી રૌતેલા અવારનવાર ક્રિકેટર ઋષભ પંત સાથે લિંકઅપના સમાચારોને લઈને ચર્ચામાં રહે છે. ઉર્વશી અને ઋષભ પંત વચ્ચેના પ્રેમ-નફરતના સંબંધો ટાઉન ઓફ ધ ટોક બની રહ્યા છે. પણ બંને વચ્ચે શું સંબંધ છે? તે વિશે ચાહકો પણ જાણવા આતુર છે. હવે ભારતીય ક્રિકેટર શુભમન ગિલે ચાહકોને ઉર્વશી અને ઋષભ પંત વચ્ચેના સંબંધોની સત્યતા જણાવી છે.
શુભમન ગિલે જણાવી સચ્ચાઈ
શુભમન ગિલની એક ઇન્ટરવ્યુ ક્લિપ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. વાયરલ વીડિયોમાં એન્કર શુભમન ગિલને ઉર્વશી અને ઋષભ પંતના સંબંધો પર સવાલ ઉઠાવતો જોવા મળે છે. શુભમન ગિલને પૂછવામાં આવ્યું કે આજકાલ ઋષભ પંતને એક અભિનેત્રીના નામે ખૂબ ચીડવામાં આવે છે. શું તેને ટીમમાં પણ એ જ રીતે ચીડાવવામાં આવે છે?
આ સવાલ પર શુભમન ગિલે કહ્યું- તે પોતાની જાતે જ પોતાનું નામ પંત સાથે જોડી રહી છે. તેને રિષભ પંત સાથે કોઈ લેવાદેવા નથી. તે પોતે પોતાનું નામ મીડિયામાં જોરશોરથી ઉછાડી રહી છે. અને લોકોને કહી રહી છે આવો અને મારી ખીંચાઈ કરો
શુભમન ગીલને આગળ પૂછવામાં આવ્યું કે શું ઋષભ પંત આ બધાથી વિચલિત થઈ જાય છે? આના પર શુભમન ગિલે જવાબ આપ્યો- ના, તેને બિલકુલ પરવા નથી. કારણ કે તે જાણે છે કે તેમના વચ્ચે કંઈ નથી. શુભમન ગિલના આ જવાબ પર બંને ખૂબ હસવા લાગે છે.
ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત વચ્ચે કેમ થયો અણબનાવ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉર્વશી રૌતેલા અને રિષભ પંત એક સમયે એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. જોકે હવે બંને વચ્ચે ઘણું અંતર આવી ગયું છે. રિષભ પંત અને ઉર્વશી રૌતેલા એકબીજાને ટોણો મારવાનો કોઈ મોકો છોડતા નથી. બંને વચ્ચેનો અણબનાવ હંમેશા ચર્ચામાં રહે છે. એવું માનવામાં આવે છે કે ઉર્વશી રૌતેલાના ઇન્ટરવ્યુ પછી જ બંને વચ્ચે શીત યુદ્ધ શરૂ થયું હતું. ઋષભ પંત તરફ ઈશારો કરતા ઉર્વશીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એકવાર એક વ્યક્તિ હોટલની લોબીમાં 10 કલાક સુધી તેની રાહ જોતો હતો. ઉર્વશીનો વીડિયો વાયરલ થયા બાદ ક્રિકેટર ઋષભ પંતે તેની મજાક ઉડાવતા એક ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી હતી. ઋષભ પંતે તેની ઈન્સ્ટા સ્ટોરીમાં તેનું નામ લીધા વિના લખ્યું હતું - પીછો છોડો બહેન. જો કે ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કર્યાના થોડા સમય બાદ રિષભે તેને ડિલીટ પણ કરી દીધી હતી. પરંતુ બંને વચ્ચે અણબનાવ હજુ પણ યથાવત છે. જો કે આ વાકયુદ્ધ ક્યારે ખતમ થશે તે તો આવનાર સમય જ કહેશે.