Hrithik Roshan-Saba Azad Video: બોલીવૂડ અભિનેતા ઋતિક રોશન ફરી એક વખત ચર્ચામાં છે. અભિનેતા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની સાથે તેની ગર્લફ્રેન્ડ સબા પણ જોવા મળી હતી. હાલમાં ઋતિક રોશન તેની આગામી ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને લઈ ચર્ચામાં રહે છે. આ દરમિયાન ઋતિક રોશનનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં ઋતિક એરપોર્ટ પર તેની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ સબા આઝાદને લિપ કિસ કરતો જોવા મળી રહ્યો છે. ઋતિક અને સબાનો આ રોમેન્ટિક વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
ઋતિક રોનશે સબા આઝાદને કિસ કરી હતી
ઇન્સ્ટન્ટ બોલીવૂડે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સોમવારે લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઋતિક રોશન અને સબા આઝાદ એક જ કારમાં મુંબઈ એરપોર્ટ પર આવ્યા હતા. ત્યારબાદ ઋતિક તેની લેડી લવ સબાને લિપ લોક કરતો જોવા મળે છે. બાદમાં ઋતિક રોશન એરપોર્ટ તરફ ચાલતો જોવા મળે છે.
સબા આઝાદ તેના બોયફ્રેન્ડ ઋતિક રોશનને એરપોર્ટ પર છોડવા માટે આવી
વીડિયો પરથી અંદાજ લગાવી શકાય છે કે સબા આઝાદ તેના બોયફ્રેન્ડ ઋતિક રોશનને એરપોર્ટ પર છોડવા માટે આવી હતી. ઋતિક રોશન અને સબા આઝાદનો આ કિસિંગ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ઋતિક રોશન અને સબાના આ રોમેન્ટિક વીડિયો પર ચાહકો લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
ચાહકો ઋતિક રોશનની આગામી ફિલ્મ ફાઈટરની રાહ જોઈ રહ્યા છે
બોલીવૂડ અભિનેતા ઋતિક રોશને ફિલ્મ 'વિક્રમ વેધા' દ્વારા ગત વર્ષે કમબેક કર્યું હતું. જો કે ઋતિકની આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. આ પછી ઋતિક રોશનના ફેન્સ તેની આગામી ફિલ્મ 'ફાઈટર'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઋતિક રોશનની 'ફાઈટર' એક સ્પાય થ્રિલર ફિલ્મ છે જે આવતા વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મમાં ઋતિક રોશનની સાથે બોલિવૂડ સુપરસ્ટાર દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે.