મુંબઇઃ બૉલીવુડ અભિનેતા ઋત્વિક રોશનની માં પિન્કી રોશને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને લઇને એક પૉસ્ટ લખી છે, જે ઝડપથી વાયરલ થઇ રહી છે, સોશ્યલ મીડિયા યૂઝર્સ આ પૉસ્ટને અભિનેત્રી કંગના રનોત પર નિશાન બતાવી રહ્યાં છે.

પિન્કી રોશને પૉસ્ટમાં લખ્યું છે- દરેક તેની મોત વિશે સત્ય જાણવાની ઇચ્છા રાખે છે, પરંતુ સાચો કોઇએ નથી બનવુ. પિન્કીએ પોતાના એકાઉન્ટ પર સુશાંતની એક તસવીર શેર કરતા લખ્યું- દરેક સત્ય જાણવા માંગે છે પરંતુ સચ કોઇને નથી બનવુ.

આની સાથે તેને પ્રેયર ઇઝ પાવર ફૂલ, યુનિવર્સ ઇઝ પાવરફૂલ જેવા હેશટેગ્સ પણ લગાવ્યા છે. આ પહેલા, ઓગસ્ટમાં પણ તે સુશાંત માટે ન્યાય પર પણ પૉસ્ટ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે કંગના છેલ્લા કેટલાય સમયથી સુશાંત માટે અવાજ ઉઠાવી રહી છે. આવામાં કેટલાય સોશ્યલ મીડિયા યૂઝર્સનુ કહેવુ છે કે ઇશારા ઇશારામાં કંગના પર ઋત્વિક રોશનની માં પિન્કી રોશને નિશાન તાક્યુ છે.



સુશાંત સિંહ રાજપૂતે 14 જુને મુંબઇના બાન્દ્રા સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી, બાદમાં બૉલીવુડમાં નેપૉટિઝ્મ અને શોષણને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ હતી. સુશાંત સિંહ રાજપૂતનો કેસ છેવટે સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો, હાલ સીબીઆઇ તપાસ ચાલી રહી છે.