મુંબઇઃ બૉલીવુડ અભિનેતા કિયાર આડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના અફેરની અફવા આજકાલ ખુબ ચર્ચામાં છે. જોકે બન્નેમાંથી કોઇએ પણ સત્તાવાર રીતે પોતાના રિલેશનની વાત કબુલી નથી. આ બધાની વચ્ચે ફિલ્મ લક્ષ્મી બૉમના પ્રમૉશન દરમિયાન કિયારાને સવાલ પુછવામાં આવ્યો હતો કે તે સિંગલ છે કે નહીં? પરંતુ કિયારાએ આ સવાલનો જવાબ એકદમ રચનાત્મક અંદાજમાં આપ્યો અને અફવાઓને ફગાવી પણ નહતી.

કિયારાએ સવાલના જવાબમાં કહ્યું- જ્યાં સુધી હુ લગ્ન નહીં કરુ, ત્યારે સુધી હું સિંગલ છુ, તો હુ પરણેલી નથી. એટલે હું સિંગલ છું. રિલેશનશીપના સવાલોને કિયારાએ એકદમ મજેદાર અંદાજમાં ટાળી દીધો હતો.



ઉલ્લેખનીય છે કે, કિયારા અડવાણી અને સિદ્વાર્થ મલ્હોત્રા જલ્દી ફિલ્મ શેરશાંહમાં સાથે દેખાશે, કોરોના વાયરસ મહામારીના કારણે આ ફિલ્મનુ શૂટિંગને રોકી દેવામાં આવ્યુ હતુ પરંતુ હવે રિપોર્ટ છે કે આ ફિલ્મનુ શૂટિંગ જલ્દી પુરુ થવાનું છે. કેમકે સિદ્વાર્થ મલ્હોત્રાએ પોતાના ભાગનુ શૂટિંગ શરૂ કરી દીધુ છે.

થોડાક મહિનાઓ પહેલા કિયારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સની સાથે એક લાઇવ સેશન કર્યુ હતુ, આ દરમિયાન સિદ્વાર્થ મલ્હોત્રાએ પણ એક નાની એન્ટ્રી કરી હતી.