Priyanka Chopra On Dating Co-Stars: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આંતરરાષ્ટ્રીય સ્ટાર બની ગઈ છે. તે એકથી એક હોલીવુડ પ્રોજેક્ટ્સમાં કામ કરી રહી છે. હાલમાં જ રિલીઝ થયેલી વેબ સીરિઝ સિટાડેલમાં પ્રિયંકા ચોપરાની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ સિવાય તે પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ સાથે તેના જીવનનો આનંદ માણી રહી છે. આ દરમિયાન પ્રિયંકા ચોપરાએ પોતાના ભૂતકાળના સંબંધો વિશે ખુલીને વાત કરી છે.






'મેં મારા સંબંધોમાં મારી જાતને સમય નથી આપ્યો'


કૉલ હર ડેડી પોડકાસ્ટ શોના તાજેતરના એપિસોડમાં પ્રિયંકા ચોપરાને પૂછવામાં આવ્યું કે શું તેની પાસે રોમેન્ટિક જીવનસાથી પસંદ કરવા માટે કોઈ પેટર્ન છે? તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું, 'હું એક પછી એક રિલેશનશિપમાં રહી છું. મેં બધા સંબંધોમાં મારી જાતને સમય નથી આપ્યો. મેં હંમેશાં એવા એક્ટર્સને ડેટ કર્યા છે કે જેમની સાથે હું સેટ પર કામ કરું છું અથવા મળી છું. મને ખ્યાલ હતો કે સંબંધ કેવો હોવો જોઈએ. હું તેને શોધતો રહી અને મારી લાઈફમાં આવેલા લોકોને ફિટ કરવાનો પ્રયત્ન કરતી રહી.


હું એક ડોરમેટ જેવી બની જાત


પ્રિયંકા ચોપરાએ આગળ કહ્યું, હું ખરેખર એક ડોરમેટની જેવી બની જાત અને પછી હું વિચારતી કે આ ઠીક છે. કેમ કે મહિલાઓને એ જ શિખવવામાં આવે છે કે આપણો રોલ ફેમિલીને એક સાથે જોડીને રાખવાનો છે અને જ્યારે તમારો પતિ ઘરે આવે ત્યારે તમારે તેને આરામદાયક અનુભવ કરાવવાનો છે.


પ્રિયંકાએ 2018માં નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા


જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં અમેરિકન સિંગર અને એક્ટર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા બંનેએ એકબીજાને બે વર્ષ સુધી ડેટ કર્યા હતા. પ્રિયંકા અને નિક જોનાસને એક પુત્રી માલતી છે, જેનો જન્મ વર્ષ 2022માં સરોગસી દ્વારા થયો હતો. આ કપલ અવારનવાર તેમની પુત્રી સાથેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.