IIFA Awards 2024: ભારતીય સિનેમાની શ્રેષ્ઠ પ્રતિભાઓને સન્માનિત કરવા માટે 28 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં IIFA 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહમાં બેસ્ટ એક્ટરથી લઈને બેસ્ટ ફિલ્મ સુધીની કેટેગરીમાં અને ખાસ કેટેગરીમાં પણ એવોર્ડ આપવામાં આવ્યા હતા. જ્યારે શાહરૂખ ખાનને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ મળ્યો હતો, તો રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'ને 5 એવોર્ડ મળ્યા હતા.


 






બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનને 2023ની બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન' માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. તેમનો એવોર્ડ પ્રાપ્ત કરતી વખતે શાહરૂખ ખાનને એવોર્ડ આપવા માટે હાજર ફિલ્મ નિર્માતા મણિરત્નમના પગે લાગ્યો હતો અને એઆર રહેમાનને ઉષ્માપૂર્વક ગળે લગાવ્યા.



'એનિમલ'એ પોતાના નામે કર્યા 5 એવોર્ડ 
ફિલ્મ 'એનિમલ'ને 5 કેટેગરીમાં એવોર્ડ મળ્યા હતા. 'એનિમલ' એ IIFA 2024માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ જીત્યો હતો. આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળેલા બોબી દેઓલને તેના અભિનય માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. અનિલ કપૂરને 'એનિમલ' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ખિતાબ મળ્યો હતો.



'એનિમલ'એ મ્યુઝિક કેટેગરીમાં 2 એવોર્ડ જીત્યા
રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'એનિમલ'ને પણ મ્યુઝિક કેટેગરીમાં બે એવોર્ડ મળ્યા હતા. બેસ્ટ મ્યુઝિક ડિરેક્શનમાં પહેલો એવોર્ડ 'સતરંગા'ને અને બીજો એવોર્ડ બેસ્ટ સોંગ કેટેગરીમાં આપવામાં આવ્યો હતો.



શબાના આઝમી અને રાની મુખર્જીનું પણ સન્માન કરવામાં આવ્યું
પીઢ અભિનેત્રી શબાના આઝમીને ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માટે શ્રેષ્ઠ સહાયક ભૂમિકા (ફિમેલ) કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે રાની મુખર્જીએ ફિલ્મ 'મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે'માં તેની હૃદયસ્પર્શી ભૂમિકા માટે NEXA IIFA 2024 ટ્રોફી જીતી હતી.







 
હેમા માલિની અને અલીઝેહ અગ્નિહોત્રીને વિશેષ કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવ્યો
ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટેનો એવોર્ડ હેમા માલિનીને આપવામાં આવ્યો હતો. સલમાન ખાનની ભત્રીજી અલીઝેહ અગ્નિહોત્રીને 'ફરે'માં તેના શાનદાર અભિનય માટે વર્ષની શ્રેષ્ઠ ડેબ્યુ અભિનેત્રીનો ખિતાબ મળ્યો હતો.


આ પણ વાંચો...


Devara Box Office Collection Day 2: બીજા જ દિવસે 100 કરોડને પાર પહોંચી જૂનિયર NTR ની 'દેવરા'