Miss World 2021: મિસ વર્લ્ડ 2021ના વિનરની જાહેરાત કરી દેવામાં આવી છે. પોલેન્ડની Karolina Bielawskaએ ટાઈટલ જીત્યું છે. ભારતની મનસા વારાણસીએ પણ આ પ્રતિયોગીતામાં ભાગ લીધો હતો પરંતુ ટાઈટલ જીતવાનું તેનું સપનુ પુરૂ થયુ નથી. મિસ વર્લ્ડના 70માં એડિશનમાં તે વિનર ન બની શકી. જો કે તે ટોપ 6 ફાઈનાલિસ્ટમાં પણ પહોંચી શકી નહોતી.




મનસા વારાણસીના સાથે સાથે અન્ય સ્પર્ધકોની સફર પણ મુશ્કેલીભરી રહી છે. કોરોનાકાળમાં ઘણા સ્પર્ધકો તેની ઝપેટમાં આવી ગયા. નોંધનિય છે કે મનસાની શરૂઆત સારી રહી હતી. તેમે આ પેજેંટમાં અલગ અલગ વિભાગમાં ભાગ લીધો હતો. પેજેંટમાં 40 સુંદરીઓએ ભાગ લીધો હતો. તેમા મનસાએ ટોપ-13 પોતાની જગ્યા બનાવી હતી. જો કે તે તેનાથી આગળ વધી શકી નહોતી.


મિસ વર્લ્ડ 2021માં મનસા વારાણસી ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. જો કે તે ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહેતા ખાલી હાથે ભારત પાછું ફરવુ પડ્યું હતું. 16 માર્ચના રોજ મિસ વર્લ્ડ 2021ના વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં પોલેન્ડની Karolina Bielawskaને વિજેતા જાહેર કરવામાં આવી હતી. જ્યારે ઈન્ડો-અમેરિકન સ્પર્ધક શ્રી સૈનીને બીજુ સ્થાન મળ્યું હતું. શ્રીએ અમેરિકા તરફથી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.જો કે તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં મનસાએ ફેમિના મિસ ઈન્ડિયાનું ટાઈટલ જીત્યું હતું. તે મોડેલ હોવાની સાથે સાથે એન્જિનિયર પણ છે. મનસા વારાણસી હૈદરાબાદની રહેવાસી છે. તેમના પિતાનું નામ રવિ શંકર અને માતાનું નામ શૈલજા છે.


મનસા વારાણસી નાની ઉંમરમાં જ મલેશિયા શિફ્ટ થઈ ગઈ હતી. તેનું કારણ તેમના પિતાનો બિઝનેસ હતો. તેમણે ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તે ભારત આવી અને આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો. મનસાએ હૈદરાબાદની વાસવી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં કમ્પ્યુટર સાઈન્સનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે હૈદરાબાદમાં સ્થિત કંપની Factsetમાં Financial Information eXchange એનાલિસ્ટ તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. તે દરમિયાન તેને મ્યૂઝિક,ડાંસ અને યોગમાં ઘણો રસ હતો.


નોંધનિય છે કે કોલેજકાળમાં તેમણે મિસ ફ્રેશરનું ટાઈટલ જીત્યું હતું. મનસાએ ત્યાર બાદ ફેમિના મિસ ઈન્ડિયા 2020માં ભાગ લીધો હતો અને જીત પણ મેળવી હતી. આ ઉપરાંત તેમણે મિસ રેંપવોકનું ટાઈટલ પણ જીત્યું હતું. મનસા વારાણસી ભારતમાં ચાઈલ્ડ પ્રોટેક્શન કાયદાને વધુ મજબૂત કરવા માટે કામ કરી રહી છે. સાથે જ તેમણે We Can નામથી જાગરૂકતા અભિયાનની શરૂઆત પણ કરી છે. આ પહેલું એવું અભિયાન છે જે બાળકો સાથે થતા યૌન શોષણની સામે કામ કરે છે.