બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતા આમિર કાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમા તે ભાંગડા કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તેમની સાથે ઈન્ફ્લુએન્સર રુહી દોસાની પણ જોવા મળી રહી છે, રુહી આમિરની મોટી ફેન છે. હકિકતમાં આમિર ખાને રુહી અને તેમના પરિવારને બૈસાખીના અવસરે પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું.
મીડિયા રિપોર્ટ પ્રમાણે રુહીએ નવા વર્ષની અને બૈસાખી ઉજવણી કરવા કેનેડાથી ભારત આવી હતી. ત્યારે તેમણે આમિર ખાનને પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે, આશા છે કે આમિર ખાન તેના ફેન્સની ઈચ્છા પુરી કરશે. પરંતુ આમિરે રુહી અને તેમના પરિવારને જ પોતાના ઘરે આવવા આમંત્રણ આપીને બધાને ચોંકાવી દીધા હતા.
રુહીએ પોતાની મુલાકાત અંગે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, બૈસાખી 2022ની ઉજવણી આમિર ખાન સર સાથે કરી. મને હજી પણ નથી ખબરને આ અનુભવને શબ્દોમાં કેવી રીતે વર્ણન કરૂ. આમિર ખાન ખુબ જ કોમળ દિલના છે, તે મારા પરિવાર સાથે બૈસાખી મનાવવા તૈયાર થઈ ગયા એ વાત મારા માનવામાં નથી આવતી.
આમંત્રણ મળ્યા બાદ રુહી અને તેમના પરિવારે આમિરના ઘરે જઈને બૈસાખીની ઉજવણી કરી. આ સમગ્ર મુલાકતાનો વીડિયો રુહીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોનાં આમિર બધા સાથે વાત કરતા, જમતા અને ડાન્સ કરતા જોવા મળે છે. બૈસાખીના તહેવાર નિમિતે આમિરે રુહી અને તેમના પરિવાર સાથે ખુબ મસ્તી કરી.