મુંબઇઃ પ્રતિભાશાળી અભિનેતા ઇરફાન ખાનનુ નિધન થયુ છે, ફિલ્મીજગત શોકમાં ડુબ્યુ છે. 2018થી તેમને એક જીવલેણ બિમારી હોવાની ખબર પડી ત્યારબાદ એક્ટર બિમારી સામે જંગ લડી રહ્યો હતો. આ બિમારી હતી ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર.


ઇરફાન ખાન આ બિમારીનો ઇલાજ કરાવવા માટે વિદેશ પણ ગયા હતા, પણ આજે અભિનેતાએ બિમારીના કારણે છેલ્લો શ્વાસ લીધો હતો. જાણો શું છે ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર બિમારી....



શું હોય છે ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર ?

ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર બિમારીમાં હોર્મોનનો સ્ત્રાવ કરવાવાળી અંતઃ સ્ત્રાવી ગ્રંથીઓ પ્રભાવિત થાય છે. આ ગ્રંથીઓમાં મળી આવતી ખાસ પ્રકારની અંતઃ સ્ત્રાવી કોશિકાઓના વધારે પડતા વિકાસના કારણે કેન્સર થાય છે. જેનાથી સેલ્સમાં ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર પેદા થાય છે. તે હોર્મેન્સ બનાવનારા એન્ડોક્રાઇન સેલ્સ અને નર્વ સેલ્સની જોડ હોય છે.

ન્યૂરોએન્ડોક્રાઇન સેલ્સ આખા શરીરમાં મળી આવે છે. જેવા કે ફેફસા, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટ (પેટ અને આંતરડાં)માં. આ શરીરમાં હવા અને લોહીની ભ્રમણને ફેફસા મારફતે બનાવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

ટ્યૂમર શરીરમાં રહેલા સેલ્સનો ભાગ હોય છે, આ કન્ટ્રૉલ કરતાં બહાર નીકળીને માસના જથ્થામાં ભેગા થાય છે. જો આની શરૂઆતી પ્રક્રિયાનો ખ્યાલ આવી જાય તો કાબુ મેળવી શકાય છે.

ડૉક્ટરો અનુસાર, આ બિમારીને સમયસર ઓળખવામાં ના આવે તો કેન્સરનુ રૂપ લઇ લે છે. ઇરફાન ખાનને પણ આમ જ થયુ અને બાદમાં કેન્સર સામે ઝઝૂમવુ પડ્યુ હતુ.