અસલમાં, સિંગર કનિકા કપૂર કોરોના દર્દીઓની સારવાર માટે લોહીમાં મળનારા પ્લાઝ્મા ડૉનેટ કરવા માંગતી હતી. પણ હવે બ્લડ પ્લાઝ્મા આપવા માટે થોડીક રાહ જોવી પડી શકે છે, કેમકે કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી તેનુ બ્લડ પ્લાઝ્મા થોડાક દિવસો બાદ લેવાની યોજના બનાવી રહી છે.
કનિકા કપૂરે સોમવારે પોતાના લોહી ટેસ્ટ માટે કેજીએમયુમાં આપ્યુ હતુ, જેમાં કેટલીક ખામીઓ મળી છે. એટલા માટે તેને બ્લડ પ્લાઝ્મા ડૉનેટ કરવા થોડી રાહ જોવી પડશે.
કેજીએમયુના કુલપતિ એમએલબી ભટ્ટે મંગળવારે જણાવ્યું કે, કનિકા કપૂરનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો, અને પ્લાઝ્મા ડૉનેટ કરવાના તેના માપદંડો લગભગ ઠીક નીકળ્યા, પણ તેના લોહીમાં હીમોગ્લૉબિનની માત્રે માપદંડો પ્રમાણે થોડી ઓછી છે, એટલા માટે બ્લડ પ્લાઝ્મા થોડાક દિવસો બાદ લેવામાં આવશે.
નોંધનીય છે કે, સિંગર કનિકા કપૂર સર્વાઇવર છે, પણ બેદરકારીના કારણે તેને પોલીસના સવાલોના જવાબોનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના સામે જંગ જીત્યા બાદ તેને લખનઉ પોલીસે નોટિસ ફટકારીને લેખિતમાં સ્ટેટમેન્ટ માંગ્યુ હતુ.