Naseeruddin Shah Web Series Taj:  નસીરુદ્દીન શાહનું નામ તે બોલિવૂડ સ્ટાર્સમાં સામેલ છે જેમની એક્ટિંગ પાછળ સૌ કોઈ દીવાનું છે. થોડા સમય પહેલા અભિનેતાની વેબ સિરીઝ 'તાજ' રીલિઝ થઈ હતી. જેમાં તેના કામને ખૂબ જ વખાણ મળ્યા છે. બીજી તરફ દેશના દરેક મુદ્દા પર નિખાલસ જવાબો આપનાર નસીરુદ્દીન શાહે તાજેતરમાં જ સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેશન બની ગઈ છે.. જેને સરકાર સિનેમા દ્વારા ખૂબ જ ચાલાકીથી ફેલાવી રહી છે.


મુસ્લિમોને નફરત કરવી ફેશન બની ગઈ છે: નસીરુદ્દીન શાહ


તાજેતરમાં નસીરુદ્દીન શાહે indianexpress.comને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'કેટલીક ફિલ્મો અને શોનો ઉપયોગ પ્રચાર તરીકે થઈ રહ્યો છે. આ સાથે ચૂંટણીમાં મત મેળવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ શાસક પક્ષ તેમનો ખૂબ જ ચાલાકીથી ઉપયોગ કરી રહ્યો છે.આ જ કારણ છે કે આજકાલ શિક્ષિત લોકો માટે પણ મુસ્લિમોને નફરત કરવાની ફેશન બની ગઈ છે.


ચૂંટણી પંચ પણ રહે છે મૌન: નસીરુદ્દીન શાહ


નસીરુદ્દીને વધુમાં કહ્યું કે, 'ચૂંટણી પંચ પણ આવી બાબતો પર મૌન સેવે છે. રાજકીય પક્ષો ચૂંટણી માટે ધર્મનો ઉપયોગ કરે છે ત્યારે ચૂંટણી પંચ મૌન રહે છે. બીજી તરફ જો કોઈ મુસ્લિમ નેતાએ અલ્લાહ હુ અકબર કહીને વોટ માંગ્યા હોત તો અત્યાર સુધીમાં મોટો હંગામો મચી ગયો હોત.


નસીરુદ્દીન શાહે પીએમ મોદી પર નિશાન સાધ્યું


પીએમ મોદી પર નિશાન સાધતા અભિનેતા કહે છે કે, 'આપણા વડાપ્રધાન પણ આજકાલ આ બધી વસ્તુઓ વાપરે છે પરંતુ તેમ છતાં હારી જાય છે. તેથી જ હું આશા રાખું છું કે આ બધુ સમાપ્ત થઈ જશે."






વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નસીરુદ્દીન શાહ છેલ્લી વખત વેબ સિરીઝ 'તાજ'માં જોવા મળ્યો હતો. આ સિરીઝમાં તેમની સાથે અદિતિ રાવ હૈદરી, આશિમ ગુલાટી, સંધ્યા મૃદુલ, રાહુલ બોઝ જેવા દિગ્ગજ કલાકારો પણ જોવા મળ્યા હતા.