Jacqueline Fernandez Money Laundering Case: બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનું નામ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ચર્ચામાં છે. આજે એટલે કે 20 ડિસેમ્બરે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ હાજરી માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી છે. પટિયાલા હાઉસ કોર્ટમાં જેકલીનની સાથે તેના વકીલ પ્રશાંત પાટીલ અને શક્તિ પાંડે પણ હાજર હતા. આ સાથે સુકેશ ચંદ્રશેખર પણ કોર્ટમાં હાજર છે. કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે અને બંને પક્ષો તરફથી દલીલો કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આ પહેલા 12 ડિસેમ્બરે જેકલીન દિલ્હીની પટિયાલા કોર્ટ પહોંચી હતી. કોર્ટમાં સ્પેશિયલ જજ શૈલેન્દ્ર મલિકે તમામ દલીલો સાંભળ્યા બાદ સુનાવણી મુલતવી રાખી હતી. આ પછી તેમણે આ કેસની સુનાવણી 20 ડિસેમ્બર સુધી ટાળી દીધી.


 




જેક્લીન પર આરોપ


જેક્લીન પર આરોપ લગાવ્યો છે કે સુકેશે તેને ઘણી મોંઘી મોંઘી ગિફટો આપી હતી જેની કિમત કરોડોમાં હતી. ફક્ત જેક્લીન જ નહી પરંતુ તેના પરિવારના લોકો અને મિત્રોને પણ સુકેશે મોંઘી મોંઘી ગિફટો આપી હતી. એટલું જ નહી એવું પણ કહેવામાં આવ્યું હતું કે એક્ટ્રેસના પરિવારના લોકોને સુકેશે આર્થિક મદદ પણ કરી હતી. જેક્લીનને સુકેશની સચ્ચાઈની ખબર હોવા છતાં તે તેના કોન્ટેક્ટમાં હતી. જો કે આ બાબતે જેક્લીનનું કહેવું છે કે જ્યારે તે સુકેશના કોન્ટેક્ટમાં હતી ત્યારે તેને સુકેશની સચ્ચાઈ ખબર નહોતી.


જેક્લીન અને સુકેશના અંગત ફોટા થયા હતા વાયરલ 


જણાવી દઈએ કે જેક્લીનનું નામ આ કેસમાં આવ્યા બાદ જેક્લીન અને સુકેશના અંગત ફોટા પણ ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થયા હતા. તે બાદ જેકલીને મીડિયા અને સોશિયલ મીડિયા પરના ફેન્સને રિક્વેસ્ટ કરી હતી કે તેમના ફોટા મહેરબાની કરી વાયરલ ના કરો