મુંબઇઃ બૉલીવુડમાં બહુ નાની ઉંમરે સ્ટારડમ મેળવનારી એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આજકાલ ખુબ ચર્ચામા છે, તે પોતાની આગામી ફિલ્મ ‘ગુડ લક જેરી’ને લઇને પણ ખુબ ચર્ચામા છે, ત્યારે આ બધાની વચ્ચે તેના એક્સ બૉયફ્રન્ડ વિશે વાત કબુલી હતી. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેને પોતાના એક્સ બૉયફ્રેન્ડ અને બૉલીવુડ હીરો ઇશાન ખટ્ટર વિશે વાત કરી હતી. ઇશાન ખટ્ટર જ્હાન્વીનો પહેલી ફિલ્મમાં કૉ-સ્ટાર પણ રહી ચૂક્યો છે.


તાજેતરમાં જ જ્હાન્વીને સિદ્વાર્થ કન્નન સાથે વાત કરતા જ્યારે તેને પુછવામાં આવ્યુ કે શું તે હજુ પણ ‘ધડક’ના પોતાના કૉ-સ્ટાર ઇશાન ખટ્ટરના સંપર્કમાં છે ? તો એક્ટ્રેસે કહ્યું હા. અમે અત્યારે અમે બન્ને પોત પોતાની લાઇફમાં બીઝી છીએ, પણ જ્યારે મળીએ છીએ ત્યારે પહેલા જેવા જ ઉત્સાહથી મળીએ છીએ. આ ઇન્ટરવ્યૂમાં જ્હાન્વીએ કહ્યું - અમારી બન્ને વચ્ચે હાલમાં જ થયેલા મેસેજની આપ-લે થાય છે, હમણાં જ મેં ઇશાને મેસેજ કર્યો હતો. જ્યારે પણ અમે મળીએ છીએ ત્યારે અમારી વચ્ચે હૂંફાશ હોય છે. 


ફિલ્મ ધડક બાદ જ્હાન્વી અને ઇશાન ખટ્ટર એકબીજા ડેટ કરી રહ્યાં હતા, બન્ને રિલેશનશીપમાં હતા, પરંતુ બાદમાં બન્ને છુટા પડી ગયા હતા. બ્રેકઅપ બાદ જ્હાન્વી કપૂર અને ઈશાન ખટ્ટરનું રિયુનિયન કરણ જોહરના 50મા બર્થ ડે પર યોજાયેલી ગ્રાન્ડ પાર્ટીમાં થયું હતું. બંનેએ આ દરમિયાન એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. 


ઈશાન ખટ્ટર અને જ્હાન્વી કપૂરના અપકમિંગ પ્રોજેક્ટ
વર્ક ફ્રંટની વાત કરીએ તો, જ્હાન્વી કપૂર પાસે 'ગુડ લક જેરી' સિવાય 'મિ. એન્ડ મિસિસ માહી' પણ છે, જેમાં તે રાજકુમાર રાવ સાથે દેખાશે. બીજી તરફ, ઈશાન ખટ્ટર કેટરીના કૈફ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે 'ફોન ભૂત'માં સ્ક્રીન શેર કરતો દેખાશે, જે 4 નવેમ્બર, 2022ના રોજ રિલીઝ થવાની છે.