Ekta Kapoor Reaction: બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂ (Taapsee Pannu) આજકાલ ચર્ચાનો ભાગ બની ગઇ છે. તેની ફિલ્મ દોબારા (Dobaraa) જલદી રિલીઝ થવાની છે. દોબારાને અનુરાઘ કશ્યપે (Anurag Kashyap) ડાયરેક્ટ કરી છે, અને એકતા કપૂર (Ekta Kapoor)ના પ્રૉડક્શન હાઉસ હેઠળ આ ફિલ્મ બની છે. તાજેતરમાં જ દોબારાનુ ટ્રેલર લૉન્ચ થયુ હતુ, આ ઇવેન્ટ પર એકતા કપૂર પણ હાજર હતી. કંગના (Kangana Ranaut) એ થોડાક સમય પહેલા જ તાપસી પન્નૂને તેની સસ્તી કૉપી કહી હતી, હવે આના પર ફિલ્મમેકર એકતા કપૂરે રિએક્ટ કર્યુ છે. 


ટ્રેલર લૉન્ચ દરમિયાન એકતા કપૂરને તાપસી અને કંગના વચ્ચે સમાનતા વિશે પુછવામાં આવ્યુ, કેમ કે તે બન્ને સાથે કામ કરી ચૂકી છે. આના પર એકતાએ કહ્યું- બન્ને વચ્ચે માત્ર એક જ સમાનતા છે, અને તે છે બન્ને શાનદાર મહિલાઓ છે, તેમના વિરુદ્ધ જવુ ના તમારી ના મારી નોકરી છે, અમે મહિલાઓ છીએ અને એકબીજાનો ક્રાઉન એડજસ્ટ કરીએ છીએ, ના કે તેને હટાવીએ છીએ.


એકતા કપૂરને જ્યારે બન્ને સાથે ફરીથી કામ કરવા વિશે પુછવામાં આવ્યુ તો તેને કહ્યું- આ પ્રકારના એક્ટર સાથે કામ કરવુ ખરેખર શાનદાર છે. જો કોઇ ઇન્ટરેસ્ટિંગ પ્રૉજેક્ટ સામે આવેશે તો હું એક્ટરને એપ્રૉચ કરીશ, અને તેને સ્ક્રીપ્ટ વાંચવા માટે કહીશ, કંગના બહુજ સારી એક્ટ્રેસ છે અને તાપસી પણ. 


ઉલ્લેખનીય છે કે એકતાએ કંગનાની સાથે રિયાલિટી શૉ લૉકઅપમાં કામ કર્યુ છે. કંગનાએ આ શૉને હૉસ્ટ કર્યો હતો. ઓટીટી પ્લેટફોર્મ પર પ્રીમિયમ થયેલા આ શૉને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. આ શૉને મુનવ્વર ફારુકીએ જીત્યો હતો.


ફિલ્મ દોબારામાં તાપસી પન્નૂની સાથે રાહુલ ભટ અને પવેલ ગુલાટી મુખ્ય રૉલમાં દેખાશે. આ ફિલ્મ આગામી 19 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.