Jawan Twitter Review: શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ આજે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મને લઇને લોકોમાં ઘણો ક્રેઝ છે. તે સવારે પહેલો શો જોવા પહોંચી ગયા છે. આટલું જ નહીં, થિયેટર્સની બહાર પણ ભારે ભીડ જોવા મળી રહી છે. શાહરૂખ ખાનની ફિલ્મ એક તહેવારની જેમ ઉજવવામાં આવી રહી છે. જે લોકોએ ફિલ્મ જોઇ છે તેઓ પણ સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. જે પણ આ ફિલ્મ જોઈ રહ્યા છે તે તેના વખાણ કરી રહ્યા છે. ‘જવાન’ના ચાહકો તેને બ્લોકબસ્ટર હિટ ગણાવી રહ્યા છે.                    






‘જવાન’માં શાહરૂખ ખાનની સાથે નયનતારા, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. એટલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘જવાન’ના સૌ કોઇ વખાણ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે ‘જવાન’ હિન્દીની સાથે તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થઈ છે, જેના કારણે દક્ષિણમાં પણ ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.                      






સોશિયલ મીડિયા પર વખાણ કર્યા


સોશિયલ મીડિયા પર ‘જવાન’ના ખૂબ વખાણ થઈ રહ્યા છે. શાહરૂખ ખાનને મોટા પડદા પર ડાન્સ કરતા જોઈને લોકો ખુદ ડાન્સ કરવા લાગ્યા છે. થિયેટરમાંથી ડાન્સ કરતા લોકોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.






મોટાભાગના લોકો શાહરૂખ ખાનની ‘જવાન’ને બ્લોકબસ્ટર હિટ ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું- જવાનને લઈને લોકોમાં ખૂબ ક્રેઝ છે. જ્યારે એકે લખ્યું- મેગા બ્લોકબસ્ટર.