મુંબઇઃ કોરોના કાળમાં પણ કોર્ટનુ ચક્કર સલમાનનો પીછો નથી છોડતુ, જોધપુરમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાન સાથે જોડાયેલા કાળિયાર શિકાર કેસ મામલે તથા આર્મ્સ એક્ટ મામલે સોમવારે એટલે કે 28 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનુ તેડુ આવ્યુ છે. જોધપુર જિલ્લા તથા સેશન જિલ્લા જોધપુર જજ રાઘવેન્દ્ર કચ્છવાહની કોર્ટેમાં સુનાવણી મુલતવી હતી, હવે જોધપુરની આ કોર્ટે સલમાનને કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે.


આ પહેલા સલમાન તરફથી કોર્ટમાં તેના વકીલ હસ્તીમલ સારસ્વત કોર્ટમાં હાજર થયા હતા. જ્યારે સરકાર તરફથી પીપી મગારામ કોર્ટમાં હાજર રહ્યાં હતા. જેના પર કોર્ટ સ્પષ્ટરીતે આદેશ આપતા કહ્યું હતુ કે આગામી 28 સપ્ટેમ્બરે મામલાની ચર્ચા શરૂ કરવાની છે. સાથે આ દરમિયાન કોર્ટે સલમાન ખાનને કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અભિનેતા સલમાન ખાન જોધપુરમાં કાળિયાર શિકાર કેસમાં દોષી જાહેર થયો છે, અને સીજેએણ ગ્રામીણ કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજા પણ સંભળાવી હતી. બાદમાં સલમાન તરફથી જિલ્લા તથા સેશન જિલ્લા જોધપુર કોર્ટમાં એક અપીલ કરીને આ સજાને ઓછી કરવા માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત સલમાને ફરી એકવાર સલમાને વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ખોટી ગવાહી આપવાના મામલે એક અરજી દાખલ કરી હતી, જેના પર સુનાવણી સ્થગિત થઇ હતી.



જ્યારે સરકાર તરફથી આ કેસમાં કહેવામાં આવ્યુ હતુ કે કાળિયાર શિકારની ઘટના દરમિયાન સલમાનની પાસે હથિયાર હતા, અને તેનુ લાયસન્સની મર્યાદા પુરી થઇ ચૂકી હતી. આને લઇને સલમાન ખાન વિરુદ્ધ આર્મ્સ એક્ટનો કેસ પણ નોંધાવવામાં આવ્યો હતો. આના પર કોર્ટે શંકાનો લાભ આપતા સલમાનને છોડી મુક્યો હતો. અને બાદમાં સરકાર તરફથી આ કેસમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર સુનાવણી સ્થગિત હતી.