Anupam Kher On Leena Manimekalai: કાલી (Kaali) ફિલ્મને લઇને માહોલ ખુબ ગરમાયો છે. સોશ્યલ મીડિયાથી લઇને અલગ અલગ ભાગોમાં લીના મણિમેકલાઇની ડૉક્યૂમેન્ટ્રી કાલીના પૉસ્ટરનો જબરદસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે બૉલીવુડ અભિનેતા અનુપમ ખેરે (Anupam Kher) ઇશારો ઇશારોમાં લીના મણિમેકલાઇ (Leena Manimekalai) પર કાટક્ષ કર્યો છે.
અનુપમ ખેરે કર્યો કટાક્ષ -
ખરેખરમાં અનુપમ ખેરે તાજેતરમાં જ ઓફિશિયલ ટ્વીટર હેન્ડાલ પરથી એક ટ્વીટ કર્યુ છે. આ ટ્વીટમાં અનુપમ ખેરે માં કાલીની એક તસવીર શેર કરતા લખ્યું છે કે શિમલામાં માં કાલીનું કાલીબાડી મંદિર ખુબ પ્રસિદ્ધ છે. પોતાના બાળપણમાં હંમેશા પરિવાર સાથે ઘણીવાર આ મંદિરમાં માં કાલીના દર્શન કરવા જતો હતો. બુંદીનો પ્રસાદ મારો ખુબ પસંદગીનો છે, બીજીબાજુ મંદિરની બહાર કેટલાક સાધુ સંત એ બોલતા પણ દેખાતા હતા કે જય માં કાલી કલકત્તે વાલી તેરા શ્રાપ ના જાય ખાલી. આવામાં હાલના સમયમાં મને તેની યાદ આવી રહી છે. ખેર સમજદાર માટે ઇશારો જ કાફી છે, કે અનુપમ ખેરનો આ કટાક્ષ કોના પર છે.
વધુ એક વિવાદિત ટ્વીટઃ કાલી વિવાદ બાદ હવે લીના મણિમેકલાઇએ ભગવાન શિવ-માં પાર્વતીને બતાવ્યા સિગારેટ પીતા -
Kaali Controversy: કાલી માં (Kaali) વિવાદને જન્મ આપનારી ફિલ્મ ડાયરેક્ટર લીના મણિમેકલાઇ (Leena Manimekalai)એ એકવાર ફરીથી વિવાદિત ટ્વીટ કર્યુ છે. લીનાએ આ ટ્વીટમાં ભગવાન શિવ (Bhagwan Ram) અને માં પાર્વતી (Maa Parvati)ને ધૂમ્રપાન (Smoking) કરતા બતાવ્યા છે. લીનાના આ ટ્વીટ પર લોકો તેને વધુ નિશાન લઇ રહ્યાં છે.
લીના મણિમેકલાઇએ ગુરુવારે સવારે 7.15 વાગે ટ્વીટ કરીને એક તસવીર શેર કરી, આ ટ્વીટ પર તેને લખ્યું- ક્યાંય બીજે. વળી આ ટ્વીટમાં જે તસવીરને લીનાએ શેર કરી છે, તેમાં ભગવાન શિવ અને માં પાર્વતીનો રૉલ પ્લે કરનારા બે શખ્સ સિગારેટ પીતા દેખાઇ રહ્યાં છે. લીનાના આ ટ્વીટ પર સામાન્ય લોકોથી લઇને રાજનેતાઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.
આ જાણીજોઇને ઉકસાવનારો કેસ છે - બીજેપી
બીજેપી નેતા શહજાદ પૂનાવાલાએ લીનાના આ ટ્વીટ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, આ રચનાત્મક અભિવ્યક્તિ વિશે નહીં પરંતુ આ જાણીજોઇને ઉકસાવનારો કેસ છે. તેમને આગળ લખ્યું- હિન્દુઓને ગાળો આપવી - ધર્મનિરપેક્ષતા ? હિન્દુ આસ્થાનુ અપમાન- ઉદારવાદ ? લીનાનો હોંસલો માત્ર એટલા માટે વધી રહ્યો છે, કેમ કે તેને ખબર છે કે લેફ્ટ પાર્ટીઓ, કોંગ્રેસ, ટીએમસી તેમને સપોર્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી મહુઆ મોઇત્રા પર એક્શન નથી લેવામાં આવી, બસ તેના નિવેદનથી દુરી બનાવી લીધી છે.
કાળી પૉસ્ટરથી શરૂ થયો હતો વિવાદ -
ઉલ્લેખનીય છે કે, લીના મણિમેકલાઇ તે જ વ્યક્તિ છે, જેને કાલી વિવાદને જન્મ આપ્યો હતો. લીનાએ ફિલ્મ કાળીનું પૉસ્ટર ટ્વીટ કર્યુ હતુ. આ ટ્વીટમાં માં કાલીને સિગારેટ પીતા બતાવવામાં આવ્યા હતા. લીનાના આ ટ્વીટ પર વિવાદને વધતો જોઇને ટ્વીટરના પ્રૉડ્યૂસર ડાયરેક્ટરે લીના મણિમેકલાઇની આ પૉસ્ટને હટાવી દીધી હતી.