Kajol on OTT: કાજોલ બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તેણે પોતાની ફિલ્મી કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી બધાને આકર્ષિત કર્યા છે. આ જ કારણ છે કે આજે તેની એક અલગ ઓળખ છે. ત્યારે ફિલ્મી પડદા પર હિટ કરિયરની સફર બાદ હવે કાજોલ ઓટીટી ડેબ્યુ કરવા જઈ રહી છે.


ડિઝ્ની પ્લસ હોટસ્ટાર લાવશે શૉઃ
વર્ષ 2011માં ફિલ્મ 'તિરભંગા'થી ડિજિટલ ડેબ્યૂ કર્યા બાદ, અભિનેત્રી હવે ડિઝ્ની પ્લસ હોટસ્ટાર સાથે તેનું ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે, જેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જે મુજબ તે ટૂંક સમયમાં ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર પોતાનો શો લાવવા જઈ રહી છે.


કાજોલને પડકારનો સામનો કરવો ગમે છેઃ
કાજોલ તેના OTT ડેબ્યૂને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ વિશે વાત કરતાં તેણે કહ્યું- "નવા કોન્સેપ્ટ્સ શોધવા હંમેશા પડકારજનક હોય છે, પરંતુ મને તેનો સામનો કરવો ગમે છે. તે જ સમયે, 'આર્યા' અને 'રુદ્ર' જેવી શ્રેષ્ઠ સિરીઝ જોયા પછી, મને ખબર પડી કે ડિઝ્ની પ્લસ હોટસ્ટાર મારી OTT સફર માટે વધુ સારું પ્લેટફોર્મ છે."


કાજોલના OTT ડેબ્યુ વિશે વાત કરતા, ડિઝની પ્લસ હોટસ્ટાર અને HSM એન્ટરટેઈનમેન્ટ નેટવર્કના હેડ ગૌરવ બેનર્જીએ જણાવ્યું હતું કે, "અમે કાજોલ જેવી સુપરસ્ટાર અભિનેત્રી સાથે જોડાઈને અમારા પ્રેક્ષકોને જોડવા માટે ખુબ જ ઉત્સાહિત છીએ."