Kajol Corona Positive: કોરોનાની ત્રીજી લહેર દરમિયાન બોલીવૂડના અનેક સેલિબ્રિટી કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. જેમાં હવે વધુ એકનો ઉમેરો થયો છે. બોલીવૂડની સ્ટાર એક્ટ્રેસ કાજોલ કોરોનાથી સંક્રમિત થઈ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી છે. તેની પુત્રી ન્યાસા પણ કોરોનાથી સંક્રમિત થઈ છે.






ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા  હતા પરંતુ છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ કેરળ, તમિલનાડુમાં સામે આવી રહ્યા છે. દેશમાં સતત બીજા દિવસે આઠસોથી વધારે લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,34,281  નવા કેસ નોંધાયા છે અને 893 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3,52,784 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 18,84,937 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 14.50 ટકા છે. દેશમાં 29 જાન્યુઆરીએ 16,15,993 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.


કુલ એક્ટિવ કેસઃ  18,84,937


કુલ ડિસ્ચાર્જઃ   3,87,13,494


કુલ મૃત્યુઆંકઃ  4,94,091


કુલ રસીકરણઃ  165,70,60,692 (જેમાંથી ગઈકાલે 62,22,682  ડોઝ આપવામાં આવ્યા હતા.)