Kalki 2898 AD Breaks Jawan Record: પ્રભાસ,અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દીપિક પાદુકોણની ફિલ્મ 'કલ્કી 2898 એડી'એ રવિવારે કમાણીના મામલે વધુ એક નવો ઈતિહાસ રચ્યો છે. કલ્કી હવે ભારતમાં ઓપનિંગ વીકએન્ડ પર સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે. કલ્કિ 2898 એડીએ વર્ષ 2023માં રિલીઝ થયેલી બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. બોલિવૂડ હંગામા અનુસાર, ફિલ્મ 'જવાન'એ 286.16 કરોડની કમાણી સાથે ભારતમાં પ્રથમ સપ્તાહમાં સૌથી વધુ કલેક્શન કરનાર ભારતીય ફિલ્મ હતી.
કલ્કીએ રિલીઝના ચોથા દિવસે એટલે કે રવિવારે જવાનનો રેકોર્ડ તોડ્યો છે. SACNLના રિપોર્ટ અનુસાર, રવિવારે ભારતીય બોક્સ ઓફિસ પર કલ્કિનું કલેક્શન 10:20 વાગ્યા સુધી 300.6 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જોકે, આ પ્રાથમિક આંકડા છે. હવે આમાં ફેરફાર થઈ શકે છે.
પઠાણને પણ પાછળ છોડી
'કલ્કી 2898 એડી'એ જવાન સિવાય બીજી ફિલ્મ 'પઠાણ'ને પણ મ્હાત આપી છે. પઠાણ પહેલા વીકએન્ડમાં ઘરેલું બોક્સ ઓફિસ પર જવાન પછી બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. પઠાણનું પ્રથમ વીકેન્ડ કલેક્શન 280.75 કરોડ રૂપિયા હતું. કલ્કીએ એકસાથે પઠાણ અને જવાન બંનેના રેકોર્ડ તોડી નાખ્યા છે.
જાણો કલ્કિનું ફર્સ્ટ ડે ઈન્ડિયા કલેક્શન
પ્રભાસ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દીપિકા પાદુકોણને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ 'કલ્કી 2898 એડી' 27 જૂને હિન્દી, તમિલ અને તેલુગુ સહિત પાંચ ભાષાઓમાં વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે પ્રથમ દિવસે વિશ્વભરમાં 191 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. ભારતીય બોક્સ ઓફિસ પર તેનું ઓપનિંગ ડે કલેક્શન 95.3 કરોડ રૂપિયા હતું.
બીજા અને ત્રીજા દિવસનું કલેક્શન
જ્યારે બીજા દિવસે ફિલ્મની કમાણીમાં 39.56%નો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ તેમ છતાં ફિલ્મની કમાણીએ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભારતમાં ફિલ્મે બીજા દિવસે 57.6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો હતો. શનિવારે તેનું ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન 64.5 કરોડ રૂપિયા નોંધાયું હતું.
થિયેટરોમાં કલ્કીના ઓપનિંગ વીકએન્ડનો રવિવાર ચોથો અને છેલ્લો દિવસ છે. ફિલ્મ શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મે ચોથા દિવસે અત્યાર સુધીમાં 83.2 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.