Kamal Haasan's Indian 2 Shoot Resumes: સાઉથની ફિલ્મોમાં અને બોલિવૂડમાં કામ કરી ચૂકેલા વેટરન એક્ટર કમલ હાસનના (Kamal Haasan) ચાહકો છેલ્લા ઘણા દિવસોથી તેમની પેન્ડિંગ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. બે વર્ષ પહેલા ઈન્ડિયન 2ના સેટ પર અકસ્માત થતાં ફિલ્મનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું, ત્યારબાદ એવા અહેવાલો આવ્યા હતા કે, ફિલ્મ હવે ઠંડા ડબ્બામાં મુકાઈ ગઈ છે. જો કે ફરી એકવાર કમલ હાસન આ ફિલ્મથી કમબેક કરવા માટે તૈયાર છે.


કમલ હાસન તેમની આગામી ફિલ્મ 'ઈન્ડિયન 2'ના લુકને લઈ ફરીથી ચર્ચામાં છે. હવે આ ફિલ્મમાંથી કમલ હાસનનો નવો લૂક (Kamal Haasan New Look) સામે આવ્યો છે, જેમાં તેઓ ઉંમર લાયક પાત્રમાં રાજકારણીની જેમ જોવા મળી રહ્યા છે. ફોટોમાં તેઓ સફેદ શર્ટ અને ગમછા સાથે ડેશિંગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. તેમનો આ લુક પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. 






ફિલ્મના આ પોસ્ટરમાં કમલ હસનને ઓળખવા તેમના ચાહકો માટે ખૂબ જ મુશ્કેલ છે. ફિલ્મ નિર્માતા શંકરે ટ્વીટ કર્યું, "અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ઈન્ડિયન 2નું બાકી શૂટિંગ આજથી શરૂ થાય છે! તમારા બધાના સમર્થન અને શુભેચ્છાઓની જરૂર છે.


ફિલ્મના સેટ પર થયો હતો દર્દનાક અકસ્માતઃ


બે વર્ષ પહેલા ચેન્નાઈમાં ફિલ્મના સેટ પર થયેલા આ અકસ્માતમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર સહિત ત્રણ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા હતા. આ ફિલ્મમાં ઘણો વિલંબ થયો છે, જેનું એક કારણ કોવિડ 19 છે અને બીજું કારણ, રિપોર્ટ્સ અનુસાર, પ્રોડક્શન હાઉસ અને શંકર વચ્ચેના મતભેદો પણ જણાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ અને રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે ઇન્ડિયન 2 વર્ષ 1994માં આવેલી આઇકોનિક ફિલ્મ ઇન્ડિયનનો બીજો ભાગ છે.