Kamal Rashid Khan Arrested: પોતાના ટ્વિટ અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહેતો બોલિવૂડ એક્ટર કમલ આર ખાન (KRK) ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. કમાલ આર ખાનને મુંબઈની મલાડ પોલીસે વર્ષ 2022માં કરાયેલા એક વિવાદાસ્પદ ટ્વિટ માટે એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. કેઆરકેને બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ KRKની ધરપકડ


વાસ્તવમાં કમાલ આર ખાન એક અભિનેતાની સાથે સાથે ફિલ્મ સમીક્ષક તરીકે પણ ઓળખાય છે. જે અવારનવાર બોલિવૂડ એક્ટર અને એક્ટ્રેસ વિરુદ્ધ વીડિયો બનાવતો જોવા મળે છે. ફરી એકવાર કેઆરકેની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મલાડ પોલીસે વર્ષ 2020માં કરાયેલા એક વિવાદાસ્પદ ટ્વિટ માટે તાજેતરમાં એરપોર્ટ પરથી કેઆરની ધરપકડ કરી છે. KRK પર આરોપ છે કે તેણે સોશિયલ મીડિયા પર ધર્મને લઈને વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું.  


સલમાન ખાને માનહાનિનો કેસ દાખલ કર્યો હતો


આ પહેલા પણ KRK ઘણી વખત આવી મુશ્કેલીઓનો સામનો કરી ચુક્યો છે. વિવાદાસ્પદ નિવેદનો માટે ધરપકડ કરવામાં આવી છે. થોડા સમય પહેલા બોલિવૂડ એક્ટર સલમાન ખાને પણ KAK વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. કારણ કે KRKએ તેની ફિલ્મ રાધેને લઈને નેગેટિવ રિવ્યુ કર્યો હતો.  કેએકે એ તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી બોલીવુડ અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે ટીવીના સૌથી વિવાદાસ્પદ શો બિગ બોસમાં પણ જોવા મળ્યો છે. કમાલ આર ખાન એક્ટર હોવાની સાથે પ્રોડ્યુસર પણ છે. તેણે ઘણી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.






આ પણ વાંચોઃ


Horoscope Today 30 August 2022: આજે આ 5 રાશિ પર ગ્રહોની ચાલની પડશે મોટી અસર, જાણો કેવો રહેશે તમારો દિવસ