તાજેતરમાંજ બૉલીવુડના કેટલાય સુપરસ્ટાર પ્રૉડક્શન હાઉસીસે ટૉપ મીડિયા કંપનીઓ પર બદનામી કરવાનો આરોપ લગાવતા કેસ નોંધાવ્યો છે. ત્યારે ફરી એકવાર કંગનાએ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીને આડેહાથે લીધી છે. તેને ટ્વીટ કરીને લખ્યું- બૉલીવુડ જે ડ્રગ્સ, શોષણ, નેપૉટિઝમ અને જેહાદની ગટર છે, સાફ કર્યા વિનાની, બૉલીવુડ સ્ટ્રાઇક્સ બેક જેવા હેશટેગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હું તો કહુ છે કે મારા પર પણ કેસ કરી દો, જ્યાં સુધી હુ જીવતી છુ ત્યાં સુધી હું તમને બધાને એક્સપૉઝ કરતી રહીશ.
તેને પોતાના ટ્વીટમાં લખ્યું- મોટા સ્ટાર્સ માત્ર મહિલાઓને જ ઓબ્જેક્ટિફાઇ નથી કરતા પરંતુ યંગ છોકરીઓનુ શોષણ પણ કરે છે. તે સુશાંત સિંહ રાજપૂત જેવા યંગ સ્ટાર્સને ઉભરવા નથી દેતા. તે 50 વર્ષની ઉંમરે પણ સ્કૂલના બાળકોના રૉલ કરવા ઇચ્છે છે. જો તેમની સામે કંઇ ખોટુ પણ થઇ રહ્યું હોય તો પણ તે કોઇ સ્ટેન્ડ નથી લેતા.
કંગનાએ બીજા એક ટ્વીટમાં લખ્યું- ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલિખિત કાયદો છે- તુ મારા ગંદા સિક્રેટ્સ છુપાવ, અને હું તમારા છુપાવુ, તેમની વફાદારીનો માત્ર આ એક પેમાનો છે. હું જ્યારથી પેદા થઇ છું ત્યારે આ કેટલાક ફિલ્મી પરિવારોને જ ઇન્ડસ્ટ્રી ચલાવતા જોઇ રહી છુ, છેવટે આ ક્યારે બદલાશે?
કંગનાએ આગળ લખ્યું- હું કેટલાય વર્ષોથી બૉલીવુડમાં શોષણ અને બુલિંગની ફરિયાદો કરી રહી છુ. આજે આ કારણે એક કલાકારનુ મૃત્યુ થઇ ગયુ. જો સુશાંતના મોતના બહાને બૉલીવુડની ગટર સાફ થઇ રહી છે, તો તેમને તકલીફ કેમ થઇ રહી છે. આનો પણ બધો હિસાબ મારી પાસે છે.