કંગનાએ ટ્વીટ કરીને લખ્યું- કઇ થાળી આપી છે જયાજી અને ઇન્ડસ્ટ્રીએ? એક થાળી મળી હતી, જેમાં બે મિનીટના રૉલ આઇટમ નંબર અને એક રૉમેન્ટિક સીન મળ્યો હતો, તે પણ હીરો સાથે ઉંગ્યા પછી, મે આ ઇન્ડસ્ટ્રીને ફેમિનિઝમ શીખવાડ્યુ, થાળી દેશભક્તિ નારી પ્રધાન ફિલ્મોથી સજાવી, આ મેારી પોતાની થાળી છે જયાજી, તમારી નહીં.
સંસદમાં બોલતા મંગળવારે સાંસદ જયા બચ્ચને કહ્યું હતુ કે, કેટલાક લોકો બૉલીવુડને બદનામ કરવા લાગ્યા છે, જે લોકોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી નામ કમાયુ, તે હવે ગટર કહી રહ્યાં છે, હું આનાથી બિલકુલ સહમત નથી, આ એ લોકો છે જે જે થાળીમાં ખાય છે, તેમાં જ છેદ કરે છે.
કંગનાએ આ પહેલા આરોપ લગાવ્યો હતો કે બૉલીવુડમાં 99 ટકા લોકો ડ્રગ્સનુ સેવન કરે છે. તેમને મોટા બૉલીવુડ સ્ટાર્સ રનવીર સિંહ, રણવીર કપૂર, વિક્કી કૌશલ અને નિર્દેશક અયાન મુખર્જી સાથે તેમનુ બ્લડ ટેસ્ટિંગ કરાવવા સુધીનો પડકાર આપી દીધો હતો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ