કંગનાએ કહ્યું કે, દેશ તમને ખૂબ ચાહે છે. આપને ખૂબજ ખરાબ વાતો કહેવામાં આવે છે અને આપનું અપમાન કરવામાં આવ છે, પરંતુ આપ જાણો છો કે, એવા ખૂબજ ઓછા લોકો છે અને તેઓ એક પ્રોપેગેન્ડા છે.
કંગનાએ કહ્યું કે, “જે સાધારાણ ભારતીય તમારા માટે અનુભવ કરે છે. જે હું જોઉં છું. મને નથી લાગતું કે આટલું બધુ સન્માન, આટલી ભક્તિ અને પ્રેમ આ પહેલા કોઈ વડાપ્રધાનને મળ્યો હશે. માત્ર હું એટલું જ કહેવા માંગુ છું કે, જે કરોડો ભારતીય સોશિયલ મીડિયા પર નથી, જેમનો અવાજ તમારા સુધી નથી પહોંચી શકતો. તે તમામ આપની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરી રહ્યાં છે અને અમે ખૂબજ ભાગ્યશાળી છે કે તમારા જેવા વડાપ્રધાન અમને મળ્યા. ”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મ દિવસ છે. 17 સપ્ટેમ્બર, 1950ના રોજ ગુજરાતના વડનગરમાં તેમનો જન્મ થયો હતો. ભાજપે મોદીના જન્મદિવસને સેવા સપ્તાહ કરીકે ઉજવવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય સ્તરથી લઈ, જિલ્લા અને તાલુકા સ્તર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીય યોગી આદિત્યનાથ દ્વારા તેમને શુભકામના પાઠવવામાં આવી છે.