Kangana Ranaut Takes A Dig On Bollywood: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત લગભગ દોઢ વર્ષ પછી ટ્વિટર પર પાછી આવી છે. ટ્વિટર પર પાછા ફરતા જ કંગનાએ ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નિશાન સાધ્યું છે. જોકે અભિનેત્રીએ કોઈનું નામ નથી લીધું. પરંતુ તેની ટ્વીટ જોઈને લાગે છે કે તે શાહરૂખ ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પઠાણને ટાર્ગેટ કરી રહી છે. આજે શાહરૂખ ખાનની ફિલ્મ આજે જ રિલીઝ થઈ છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નિશાન સાધ્યું
કંગના રનૌતે ટ્વીટ કર્યું કે ફિલ્મ ઉદ્યોગ "મૂર્ખ" છે જ્યાં આર્ટ પ્રોજેક્ટની સફળતા પૈસા દ્વારા નક્કી કરવામાં આવે છે. કંગનાની ટિપ્પણી શાહરૂખ ખાનની બહુ-અપેક્ષિત ફિલ્મ પઠાણની રિલીઝના દિવસે આવી છે. જે બુધવારે રેકોર્ડ-બ્રેક ઓપનિંગ લેવાની અપેક્ષા છે. કંગનાએ કહ્યું કે કોઈપણ પ્રયાસ/સર્જન/કળાની સફળતા પછી તેઓ કમાણીના આંકડા તમારા ચહેરા પર ફેંકે છે. જાણે કળાનો બીજો કોઈ હેતુ નથી. આ તેમની નિમ્ન માનસિકતા છતી કરે છે.
સિનેમા પૈસા માટે નથી
કંગનાએ એમ પણ કહ્યું કે સિનેમા અન્ય ઇન્ડસ્ટ્રીની જેમ"મોટા આર્થિક નફા" માટે નથી બની. અને એ જ કારણ છે કે કલાકારોની પૂજા કરવામાં આવે છે. તેણે વધુમાં લખ્યું કે પહેલા કળા મંદિરોમાં ખિલતી હતી. અને સાહિત્ય/થિયેટર છેવટે થિયેટરો સુધી પહોંચી ગઈ. આ એક ઇન્ડસ્ટ્રી છે. જો કે અન્ય અબજ/ટ્રિલિયન ડૉલરના વ્યવસાયોની જેમ મોટા આર્થિક નફા માટે બાંધવામાં આવ્યો નથી. તેથી કલા/કલાકારોને પૂજવામાં આવે છે અને ઉદ્યોગપતિઓ કે અબજોપતિઓને નહીં. રાષ્ટ્રની મોટાભાગની કલા અને સંસ્કૃતિને પ્રદૂષિત કરવામાં વ્યસ્ત રહે છે. પરંતુ તેઓએ તે ન કરવું જોઈએ.
બોક્સ ઓફિસ હિટની રાહમાં છે કંગના
કંગનાને તેની 2019 ની ફિલ્મ 'મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી' પછી મોટી વ્યાવસાયિક સફળતા મળી નથી, જેણે સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. 92 કરોડની કમાણી કરી હતી. તે 'પંગા', 'થલાઈવી' અને 'ધાકડ'માં જોવા મળી હતી પરંતુ તેમાંથી કોઈ પણ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થયું ન હતું. ગયા વર્ષથી કંગના તેના પ્રથમ સોલો દિગ્દર્શક સાહસ 'ઇમર્જન્સી' પર કામ કરી રહી છે. તેણે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેણે ફિલ્મ બનાવવા માટે તેની મિલકત ગીરવે મૂકી છે. આ ફિલ્મમાં તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે.