જયલલિતાના બાયોપિકમાં કંગનાનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
abpasmita.in | 23 Nov 2019 11:00 PM (IST)
કંગના રનૌતની ચર્ચામાં રહેલી ફિલ્મ થલાઇવીનું ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. ફિલ્મમાં કંગના જયલલિતાનો રોલ ભજવી રહી છે.
મુંબઈઃ કંગના રનૌતની ચર્ચામાં રહેલી ફિલ્મ થલાઇવીનું ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. આ ફિલ્મ પૂર્વ અભિનેત્રી અને તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક પર આધારિત છે. ફિલ્મમાં કંગના જયલલિતાનો રોલ ભજવી રહી છે. કંગનીની બહેન રંગોલીએ સોશિયલ મીડિયા પર ફિલ્મનો લુક જાહેર કરીને લખ્યું, આપણે તે મહાન હસ્તીને જાણીએ છીએ પરંતુ તેમની કહાની કહેવાની હજુ બાકી છે. તમારે બધાએ આગામી વર્ષની સૌથી બહુપ્રતિક્ષિત ફિલ્મનું ટીઝર જરૂર જોવું જોઈએ. 1.33 મિનિટના ટિઝરમાં કંગનાને 60ના દાયકાનો ડાન્સ કરતી જોઈ શકાય છે. આ પ્રકારના સ્ટેપ્સ સૌથી પહેલા જાણીતા પોપ સ્ટાર એલ્વિસ પ્રેસ્લેએ કર્યા હતા અને દેશમાં શમ્મી કપૂરે આ પ્રકારના ડાન્સને ફેમસ કર્યો હતો. ફિલ્મમાં કંગનાએ આ પ્રકારના સ્ટેપ્સ કર્યા છે. જે બાદ કંગના મુખ્યમંત્રી જયલલિતા તરીકે જોવા મળે છે. જોકે તેના લુકને લઇ લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે એનિમેશન ખૂબજ ખરાબ રીતે કરવામાં આવ્યું છે. અન્ય એક યૂઝરે લખ્યું, એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ સ્ટેચ્યૂને ઊભું કરી દીધું હોય. એક શખ્સે લખ્યું કે અમને અમ્મા માટે દુખ થઈ રહ્યું છે. તેની બેઈજ્જતી છે.