Sidhu Moose Wala: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના નિધન પર શોક વ્યક્ત કરવા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. ક્વીન સ્ટારે પ્રતિભાશાળી ગાયકના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે આ ઘટનાએ પંજાબ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પરિભાષિત કરી છે.


સોમવારે, કંગના રનૌતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સિદ્ધુ મૂસેવાલાની હત્યા પર શોક વ્યક્ત કરતી એક પોસ્ટ કરી. આને દુઃખદ ઘટના ગણાવીને  અભિનેત્રીએ હિન્દીમાં એક નોંધ લખીને શોક વ્યક્ત કર્યો હતો. તેણે પોસ્ટ કર્યું, "પંજાબનો જાણીતો ચહેરો સિદ્ધુ મુસેવાલાને ગોળીઓ મારી હત્યા કરી દેવામાં આવી આ ખૂબ જ દુખદ ઘટના છે. આ ઘટના પંજાબની કાયદો અને વ્યવસ્થાને સ્પષ્ટ રીતે દર્શાવે છે. 


સિદ્ધુના નિધન પર ઘણા બોલિવૂડ સેલેબ્સે શોક વ્યક્ત કર્યો હતો. અભિનેતા રણવીર સિંહે પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે કેપ્શન સાથે સિદ્ધુની એક તસવીર શેર કરી હતી. 


સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે પંજાબ પોલીસે પંજાબ અને ઉત્તરાખંડની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) સાથે સંયુક્ત ઓપરેશનમાં લોકપ્રિય ગાયકની હત્યાના સંબંધમાં દેહરાદૂનના પેલિયન પોલીસ ચોકી વિસ્તારમાંથી છ શખ્સોની અટકાયત કરી છે. કસ્ટડીમાં લેવામાં આવેલા તમામ છ લોકોની હાલમાં પંજાબ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.



ગઈકાલે 29 મેં ના રોજ  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તિહાર જેલ પ્રશાસન સાથે મળીને, મૂસેવાલાની હત્યાના સંબંધમાં લોરેન્સ બિશ્નોઈ, જગ્ગુ ભગવાનપુરિયા અને સંપત નેહરાના કેદીઓના સેલની તપાસ કરી હતી. જો કે અધિકારીઓને સર્ચ દરમિયાન કોઈ મોબાઈલ ફોન મળ્યો ન હતો. બિશ્નોઈ અને નેહરા જેલ નંબર 8 માં બંધ છે જ્યારે ભગવાનપુરિયા જેલ નંબર 5 માં બંધ છે.પંજાબ પોલીસને આ હત્યામાં બિશ્નોઈ અને તેના સાથીઓની સંડોવણી હોવાની શંકા છે.