Celebs Reaction On Heeraben Modi Death: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. 30 ડિસેમ્બરની સવાર પીએમ મોદી માટે ખરાબ સમાચાર લઈને આવી છે. હા, વડાપ્રધાન મોદીના માતા હીરાબેન મોદીનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરા બાના મૃત્યુના સમાચારે સૌને અસ્વસ્થ અને પરેશાન કરી દીધા છે. તમામ ફિલ્મ સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા પર પીએમ મોદીના માતા હીરાબા મોદીના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.


આ સેલેબ્સે પીએમ મોદીની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધન પર શોક વ્યક્ત કરતાં બોલિવૂડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેરે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કર્યું કે- 'આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તમારી માતા હીરાબાના નિધનના સમાચાર સાંભળીને મારું હૃદય ખૂબ જ દુઃખી છે. તમારી માતા પ્રત્યેનો તમારો પ્રેમ અને આદર જાણીતો છે. તમારા જીવનમાં તેમનું સ્થાન કોઈ લઈ શકશે નહીં. પરંતુ તમે ભારત માતાના પુત્ર છો. મારી માતા સહિત દેશની દરેક માતાના આશીર્વાદ તમારી સાથે છે.


 






 






વિવેક અગ્નિહોત્રીએ કર્યું ટ્વિટ 


'ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ હીરાબાના નિધન અંગે ટ્વિટર પર લખ્યું છે કે- 'તમારી પ્રિય માતાના નિધન પર પીએમ મોદી તમારી સાથે મારી સંવેદનાઓ છે. ભારત માતાના સપૂત માતાનું કર્મયોગી જીવન આપણને સૌને પ્રેરણા આપતું રહેશે. ઓમ શાંતિ ને શત શત વંદન.






 






 


રવિ કિશન અને અશોક પંડિતે પણ આ પ્રતિક્રિયા આપી હતી


ભાજપના નેતા અને ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું છે કે- 'મા એ છે જે વ્યક્તિના જીવનને મૂલ્યોથી ભરપૂર બનાવે છે. હીરાબાનું જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ છે. તેઓના દુઃખની ઘડીમાં પીએમ મોદી અને પરિવારના અન્ય સભ્યો પ્રત્યે ભારતની ઊંડી સંવેદના. ઓમ શાંતિ.' આ સિવાય ફિલ્મમેકર અશોક પંડિત, બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ પીએમ મોદીની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સુપરસ્ટાર અક્ષય કુમારે પણ ટ્વિટ કર્યું છે કે માતાને ગુમાવવાથી મોટું કોઈ દુઃખ નથી. વડા પ્રધાન મોદી ભગવાન તમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.