મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રે્સ કંગના રનૌતે ડ્રગ્સ મામલે બૉલીવુડના સ્ટાર્સ પર ડ્રગ્સનુ સેવન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.કંગનાએ એક્ટર રણવીર સિંહ, રણબીર કપૂર, નિર્દેશક અયાન મુખર્જી, અને વિક્કી કૌશલ પર કોકીનનુ સેવન કરવાનો આરોપ લગાવ્યો છે. કંગનાએ તેમના ડ્રગ્સ ટેસ્ટ સેમ્પલ લેવાની પણ માંગ કરી છે. કંગનાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી ભારતના વડાપ્રધાન કાર્યાલયને ટેગ કરતા બુધવારે ટ્વીટ કર્યુ હતુ.



કંગનાએ ટ્વીટમાં લખ્યું- હું રણવીર સિંહ, રણબીર કપૂર, અયાન મુખર્જી, વિક્કી કૌશલ પાસે ડ્રગ્સ ટેસ્ટ માટે પોતાના લોહીનુ નમૂના આપવાનો અનુરોધ કરુ છુ, એવી અફવા છે કે તે કોકીનનુ સેવન કરે છે, હું ઇચ્છુ છુ કે તે આ અફવાઓને ફગાવે, તે ડ્રગ્સ સેમ્પલ આપીને લાખો લોકોને પ્રેરિત કરી શકે છે.



વળી, વિક્કી કૌશિક વિશે પુછપરછ કરી, જેનો ઉલ્લેખ કંગનાએ પોતાના ટ્વીટમાં કર્યો છે, તો કંગનાના મેનેજરે સ્પષ્ટ કર્યુ છે કે કંગનાએ બૉલીવુ઼ડ અભિનેતા વિક્કી કૌશલ નામ લખ્યું હતુ, જોકે, ટાઇપો એરરના કારણે આ ભૂલ થઇ. કંગનાએ ગયા અઠવાડિયે ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતો કે બૉલીવુડ પાર્ટીઓમાં સૌથી વધુ ખપત કોકીનની થાય છે.



કંગનાએ ટ્વીટ કર્યું- ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ફેમસ ડ્રગ કોકીન છે, આનો યૂઝ લગભગ તમામ હાઉસ પાર્ટીઓમાં કરવામાં આવે છે.આ બહુજ મોંઘો છે. પરંતુ શરૂઆતમાં તમે મોટા અને શક્તિશાળી લોકોના ઘરે જાઓ છો ત્યારે આ મફત આપવામા આવે છે, એમડીએમએ ક્રિસ્ટલ પાણીમાં મીલાવવામાં આવે છે, અને ઘણીવાર તમારી જાણકારી વિના આ તમારા શરીરમાં જતો રહે છે.



સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઇ, ઇડી અને એનસીબી ડ્રગ્સ મામલે રિયા અને તેના સાગરિતોની તપાસ અને પુછપરછ કરી રહી છે, કંગના અવારનવાર સુશાંત કેસમાં પોતાના બેબાક નિવેદનો આપી રહી છે.