મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખ્ય આરોપી રિયાનો ડ્રગ્સ એન્ગલ નીકળતા હવે ઇડી અને સીબીઆઇ સાથે એનસીબી આ મામલે તપાસ કરી રહી છે. રિયાની વૉટ્સએપને રિટ્રીવ કર્યા બાદ કેટલાક લોકોના નામ બહાર આવ્યા છે, જેનુ ડ્રગ્સ ડિલીંગ માટે રિયા સાથે કનેક્શન હોવાનુ મનાય છે. આ મામલામાં હવે નેશનલ લેવલ પ્લેયર ઋષભ ઠક્કરનુ નામ પણ સામે આવ્યુ છે.
ઋષભ ઠક્કર નેશનલ લેવલ બિલિયર્ડ્સ અને સ્નૂકરનો ખેલાડી છે, ઋષભનુ નામ બહાર આવતા ઇડીએ મંગળવારે તેની સાથે 8 કલાકની પુછપરછ કરી હતી, રિપોર્ટ છે કે, ખેલાડી ઋષભ રિયા સાથે વૉટ્સએપના એક ગ્રૃપમાં ડ્રગ્સ ખરીદવાની વાત કરી રહ્યો હતો.
ખરેખરમાં, રિયા ચક્રવર્તીએ ઉદેપુરમાં યોજાનારા લગ્નના ફંક્શનને એટેન્ડ કરવા માટે કોઇ વૉટ્સએપ ગ્રૃપ જોઇન કર્યુ હતુ. જ્યાં એક ઋષભ ઠક્કર કોઇની સાથે ડ્રગ્સ ખરીદવાની વાત કરી રહ્યો હતો. આમાં રિયા પણ સામેલ હતી. આ કારણે ઇડીએ ડ્રગ્સ અને ફાઇનાન્સિયલ આ બે એન્ગલથી ઋષભને બોલાવીને આઠ કલાકની પુછપરછ કરી હતી. જોકે, પુછપરછ દરમિયાન નેશલ ખેલાડી ઋષભે ડ્રગ્સની લે-વેચના આરોપોને નકારી દીધા હતા.
સુત્રો અનુસાર, ઋષભ ઠક્કરના કૉન્ટેક્ટમાં કેટલાક બીજા લોકો પણ તપાસના દાયરામાં છે. ઋષભને પુછપરછ માટે ફરીથી પણ બોલાવવામાં આવી શકે છે. વળી, ડ્રગ્સ મામલે ગૌરવ આર્યા ઇડીની સામે પહેલાથી જ હાજર થઇ ચૂક્યો છે.
ડ્રગ્સ લે-વેચ મામલે કયા ખેલાડીનુ નામ બહાર આવ્યુ, રિયા સાથે વૉટ્સએપમાં શુ કરી હતી વાત, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Sep 2020 11:12 AM (IST)
ઋષભ ઠક્કર નેશનલ લેવલ બિલિયર્ડ્સ અને સ્નૂકરનો ખેલાડી છે, ઋષભનુ નામ બહાર આવતા ઇડીએ મંગળવારે તેની સાથે 8 કલાકની પુછપરછ કરી હતી, રિપોર્ટ છે કે, ખેલાડી ઋષભ રિયા સાથે વૉટ્સએપના એક ગ્રૃપમાં ડ્રગ્સ ખરીદવાની વાત કરી રહ્યો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -