Kapil Sharma: દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે. બોલિવૂડ સેલિબ્રિટીથી લઈને ટીવી સેલેબ્સ સુધી, દરેક જણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. દેશભરમાં ઉજવાતો હિંદુ તહેવાર ગણેશ ચતુર્થી ફરી એકવાર ઉત્સવનો આનંદ લઈને આવ્યો છે. આ સમયે ઘર 'ગણપતિ બાપ્પા મોર્યા'ના મધુર નારાથી ગુંજી ઉઠે છે.


 






તાજેતરમાં, કોમેડિયન કપિલ શર્માએ પણ તેના સમગ્ર પરિવાર સાથે ગણેશ પૂજા કરતો જોવા મળ્યો હતો. તેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કપિલ શર્માએ પત્ની ગિન્ની અને પુત્ર અને પુત્રી સાથે ગણેશજી આરતી કરી હતી. તેમજ કપિલની માતા પણ આ પૂજામાં જોવા મળે છે. વીડિયો શેર કરતા કપિલ શર્માએ લખ્યું- ગણપતિ બાપ્પા મોર્યા, આવતા વર્ષે તમે જલ્દી આવો.


કપિલની માતાએ પણ ગણપતિ બાપ્પાની પૂજા કરતા જોવા મળ્યા


કપિલ શર્માએ પણ પોતાના ઘરે ગણપતિ બાપાની પધરામણી કરી હતી અને હવે તેણે બાપ્પાનું વિસર્જન કર્યું. આ ખાસ અવસર પર તેમણે સમગ્ર પરિવાર સાથે ભગવાન ગણેશની પૂજા કરી હતી. તેમજ આ વીડિયોમાં જોઈ શકાય છે કે કપિલ અને તેની પત્નીની આંખો ભીની થઈ છે. સાથે કપિલની માતાએ પણ ગણપતિ બાપ્પાની પૂજા કરી હતી. કપિલની દીકરી પણ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.


 






પત્ની અને બાળકો સાથે સુંદર વીડિયો શેર કર્યો


ગણપતિ બાપ્પાની પૂજા દરમિયાન કપિલ શર્મા પણ તેની પત્ની અને બાળકો સાથે જોડાયો હતો. આ પહેલા કપિલના ખાસ મિત્ર મીકા સિંહ પણ ગણપતિ પૂજા માટે બાપ્પાની પૂજા કરવા પહોંચ્યા હતા. વીડિયોમાં કપિલ શર્મા અને મીકાની એનર્જી ખૂબ જ હાઈ લેવલ પર જોવા મળી રહી છે. નોંધનીય છે કે, મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીથી લઈને શાહરુખ ખાન સુધીના મહાનુંભવો બાપાની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા.