Karan Johar Unknown Facts: 'કુછ કુછ હોતા હૈ' કહેવું તેનો અંદાજ વ્યક્ત કરે છે તો કભી અલવિદા ના કહેના  તેની આદત.. તેણે દુનિયાને મહોબ્બત કરવાનું શીખવ્યું છે અને કહ્યું છે કે જો પ્રેમ વ્યક્ત કરવો હોય તો વાર કરવી જોઈએ નહી. કેમ કે કોને ખબર કાલે હોઈએ કે ના હોઈએ. અહી વાત થઈ રહી છે કરણ જોહરની. જેણે પૂરી દુનિયાને ઈશ્કવાલા લવનો મતલબ સમજાવ્યો છે. જો કે પોતાના જ પ્રેમને નથી મેળવી શક્યા. ખબર એ છે કે આજે કરણ જોહરનો જન્મદિવસ છે. ત્યારે આજે અમે તમને તેમના જીવનના એક રહસ્યથી રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ. જે તેમના દરેક ફેન જાણવા માટે આતુર હોય છે. આજે અમે વાત કરીશું કરણ જોહરની લેડી લવ વિશે. જેણે કરણનું દિલ હંમેશા માટે તોડી નાખ્યું.  




કરણે દુનિયાને પ્રેમ કરતા શીખવ્યું


25 મે 1972ના રોજ મુંબઈમાં હીરૂ જોહર અને યશ જોહરના ઘરે જન્મેલા કરણ જોહર આજે કોઈ ઓળખ પર નિર્ભર નથી. પોતાની ફિલ્મોમાં અપાર પ્રેમ વરસાવનાર કરણ જોહરનું વાસ્તવિક જીવન એકલવાયું માનવામાં આવે છે. જો કે આવું હંમેશા માટે નહોતું. કરણ પણ એક અભિનેત્રીને દિલથી પ્રેમ કરતો હતો, પરંતુ તે પૂરો ન થઈ શક્યો. આ વાતનો ઉલ્લેખ ખુદ કરણે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. આજે બર્થડે સ્પેશિયલમાં અમે તમને કરણ જોહરના પહેલા પ્રેમનો પરિચય કરાવી રહ્યા છીએ.


કરણ આ અભિનેત્રીના પ્રેમમાં પડી ગયો હતો


જણાવી દઈએ કે કરણ જોહરનો પહેલો પ્રેમ બીજો કોઈ નહીં પણ ટ્વિંકલ ખન્ના હતો. વાસ્તવમાં ટ્વિંકલ અને કરણ પંચગનીની બોર્ડિંગ સ્કૂલમાં સાથે ભણતા હતા. બંનેની મિત્રતા ખૂબ ફેમસ હતી. બંને ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેથી તેમની બોન્ડિંગ પણ ઘણી સારી હતી. કરણ સ્કૂલના સમયથી જ ટ્વિંકલના પ્રેમમાં હતો. આ વાતનો ખુલાસો કરણે ટ્વિંકલ ખન્નાના પુસ્તક મિસિસ ફનીબોન્સના લોન્ચ દરમિયાન કર્યો હતો.


કરણ જોહરને ટ્વિંકલ સાથે થયો હતો પ્રેમ


કરણે કહ્યું હતું કે તેને તેના જીવનમાં માત્ર એક જ મહિલા સાથે પ્રેમ થયો હતો. તે મહિલા હતી ટ્વિંકલ ખન્ના. ટ્વિંકલે પણ કરણના પ્રેમની આ અભિવ્યક્તિને મંજૂરી આપી હતી. તેણે કહ્યું હતું કે, 'કરણ મને પ્રેમ કરતો હતો. તે સમયે તેની પાસે નાની મૂછ હતી. હું હંમેશા તેમની સામે જોતી અને કહેતી કે મને તમારી મૂછો ગમે છે.


જ્યારે ટ્વિંકલે કરણનું દિલ તોડી નાખ્યું હતું


જણાવી દઈએ કે કરણ જોહરનો પ્રેમ એકતરફી હતો. ટ્વિંકલને તેના માટે કોઈ લાગણી નહોતી. જોકે, કરણે તેની ડેબ્યૂ ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં 'ટીના'નું પાત્ર માત્ર ટ્વિંકલ માટે જ લખ્યું હતું, પરંતુ અભિનેત્રીએ આ રોલ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. કરણે કહ્યું હતું કે ટ્વિંકલે મારી ડેબ્યૂ ફિલ્મ માટે ના પાડી દીધી હતી જેનાથી મને ઘણું નુકસાન થયું હતું. ટ્વિંકલે 17 જાન્યુઆરી 2001ના રોજ અભિનેતા અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા હતા. બસ ત્યારે કરણ જોહરનું દિલ સાવ તૂટી ગયું હતું.