કરીના કપૂર ખાન છેલ્લા કેટલાક દિવસોથી તેની ત્રીજી પ્રેગ્નન્સીની અફવાને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી તેના પતિ સૈફ અલી ખાન અને બાળકો તૈમુર અલી ખાન અને જેહ અલી ખાન સાથે હાલમાં બ્રિટનમાં રજાઓ માણી રહી છે. અભિનેત્રી કરીના કપૂરની વેકેશનની તસવીરો જોઈ નેટીઝન્સે અનુમાન કર્યું કે તે ત્રીજી વખત પ્રેગ્નેન્ટ છે.  પરંતુ, આખરે, અભિનેત્રીએ તેના વિશે ખુલીને વાત કરી છે. તેણે સ્પષ્ટતા કરી છે કે તે પ્રેગ્નેન્ટ નથી.  




તેની ઇન્સ્ટા સ્ટોરી પર કરીના કપૂરે શેર કર્યું, "તે પાસ્તા અને વાઇન છે... શાંત થાઓ... હું પ્રેગ્નેન્ટ નથી... ઉફ્ફફ... સૈફ કહે છે કે તેણે આપણા દેશની વસ્તીમાં પહેલેથી જ ઘણું યોગદાન આપ્યું છે.. મજા કરો.. કેકેકે."