Amitabh Bachhan: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની એક અનોખી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં અમિતાભ બચ્ચને સાડી પહેરી છે. મતલબ સાડી નથી, સાડીમાંથી બનેલો પાયજામો પહેર્યો છે. આ અગાઉ અમિતાભ બચ્ચન ભાગ્યે જ ફેન્સી ડ્રેસમાં જોવા મળતા હતા. અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેર કરી છે, જેની સાથે તેણે કેપ્શન લખ્યું છે - પહનને કો દે દીયા પઝામા, લગા સાડી કો ફાડા, આગે છોટી જેબ દેદી, ઔર પીછે દેદી દીયા નાડા'. આ તસવીર જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે સર, તમારે રણવીર સિંહથી દૂર રહેવું જોઈએ.


 






અમિતાભ બચ્ચન વર્ષોથી ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' હોસ્ટ કરી રહ્યા છે. તેની નવી સિઝન શરૂ થવાની છે. આ વખતે શોની શરૂઆત પહેલા જ તે તેના શાનદાર પ્રોમોને કારણે ચર્ચામાં છે. આ તસવીર જોઈને તમે કહી શકો છો કે આપણ બિગ બી થોડા અલગ અલગ લાગી રહ્યા છે.


સર જી... રણવીર સિંહથી દૂર રહો


આ તસવીરને અત્યાર સુધીમાં 1 લાખ 67 હજારથી વધુ લાઈક મળી ચૂકી છે. સાથે જ આ તસવીર પર ઘણા લોકો દ્વારા ફની કેપ્શન પણ લખવામાં આવ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું- સર જી... રણવીર સિંહથી દૂર રહો. તો બીજી તરફ અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે - તમે અમિતાભ બચ્ચન છો, બાળકની જેમ કામ ન કરો.