Kareena-Saif Africa Vacation Pics: કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન તેમના બે પુત્રો તૈમુર અને જેહ સાથે આફ્રિકામાં વેકેશનની ઉજવણી કરી રહ્યાં છે. બેબો સતત તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર તેના વેકેશનની તસવીરો શેર કરી રહી છે. તસવીરો પરથી સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે કપલ પોતાના બાળકો સાથે રજાઓ માણી રહ્યું છે. બીજી તરફ ફરી એકવાર કરીના અને પરિવારની કેટલીક નવી તસવીરો સામે આવી છે. જેમાં તેઓ વેકેશનનો આનંદ માણતા જોઇ શકાય છે
સૈફ અને કરીનાની આફ્રિકા વેકેશનની નવી તસવીરો
એક ફેન પેજ પર આફ્રિકાથી સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની નવી તસવીરો શેર કરવામાં આવી છે. ફોટોમાં કપલ તેમના બે પુત્રો સાથે જોવા મળી રહ્યું છે.પહેલી તસવીરમાં સૈફ અલી ખાન તેના મોટા પુત્ર તૈમુર અલી ખાન સાથે પોઝ આપતા જોઈ શકાય છે. આ તસવીરમાં સૈફે સફેદ શર્ટ સાથે ઘેરા વાદળી રંગનું પેન્ટ પહેર્યું છે. સૈફ બ્લેક સનગ્લાસ અને વ્હાઇટ શૂઝ સાથે ડેપર લાગે છે. બીજી તરફ નાના નવાબ તૈમૂર જીપ પર લાલ ટી શર્ટ અને વાદળી પેન્ટ પહેરીને સ્ટાઇલમાં પોઝ આપી રહ્યો છે. તસવીરોના આગલા સેટમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન જીપમાં બેઠેલા જોઈ શકાય છે. અન્ય એક તસવીરમાં બેબો પાયલટ સાથે પોઝ આપતી જોવા મળે છે.
કરીના-સૈફ વર્ક ફ્રન્ટ
કરીના કપૂર ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રીએ તાજેતરમાં જ હંસલ મહેતાની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ યુકેમાં થયું હતું. આ સિવાય બેબોની કીટીમાં રિયા કપૂરના નિર્દેશનમાં એક ફિલ્મ 'ધ ક્રૂ' પણ બની રહી છે. આ ફિલ્મમાં કૃતિ સેનન, દિલજીત દોસાંઝ અને તબ્બુ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ સિવાય કરીના પાસે સુજી ઘોષની થ્રિલર ફિલ્મ પણ છે જેમાં વિજય વર્મા અને જયદીપ અહલાવત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
અને સૈફ અલી ખાનની છેલ્લી રિલીઝ વિક્રમ વેધા હતી. આ ફિલ્મમાં તેણે રિતિક રોશન સાથે સ્ક્રીન શેર કરી હતી. સૈફનો મોસ્ટ અવેઇટેડ પ્રોજેક્ટ 'આદિપુરુષ' પણ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં સૈફે પ્રભાસ, કૃતિ સેનન અને સની સિંહ સાથે સ્ક્રીન શેર કરી છે.