મહારાષ્ટ્રમાં વધુ બે અઠવાડિયા સુધી લૉકડાઉન વધારવાની જાહેરાત સાથે જ હવે લૉકડાઉનની સમયમર્યાદા 30 એપ્રિલ સુધી લંબાઇ ગઇ છે. આ વાતને કરિનાએ પોતાનો સપોર્ટ આપ્યો છે.
વીડિયો દ્વારા કરીનાએ ફેન્સને ઘરમાં રહેવા માટે કહ્યું છે, તેના દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તમે ઘરમાં રહો અને એકજૂથતા વિશે વાત કરી છે.
કરિનાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું- હવે જ્યારે લૉકડાઉનને વધારી દેવામાં આવ્યુ છે, આપણે બધાએ ઘરે રહીને આનાથી છુટકારો મેળવવા મદદ કરવી જોઇએ. આપણે બધાએ હાલ શક્તિશાળી બનવાની જરૂર છે. આપણે એટલા બધા દુર નીકળી ગયા છીએ કે હવે રોકાવવુ નથી. હું તમને ઘરમાં રહેવાની અપીલ કરુ છુ.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના સંક્રમિતોની સંખ્યા વધીને 7529 પર પહોંચી છે, સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધી 242 લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે 642 લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે.