મુંબઇઃ કરીના કપૂર ખાને આજે સવારે 9 વાગે એક બેબી બૉયને જન્મ આપ્યો, સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન બીજીવાર પેરેન્ટ્સ બન્યા છે. આને લઇને આખો કપૂર અને પટૌડી પરિવાર ખુશ છે. સોશ્યલ મીડિયા પર બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના લોકો અને સૈફ - કરીનાના ફેન્સ તેમને અભિનંદન આપી રહ્યાં છે. પરંતુ કેટલાક લોકો બેબી બૉયના નામને લઇને સૈફ અને કરીના કપૂર ખાનને ટ્રૉલ કરી રહ્યાં છે.

ટ્રૉલ કરવાનુ કારણ સૈફ અને કરીનાના મોટા દીકરાનુ નામ છે, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે તેમને મોટા દીકરા પર કટાક્ષ કરી રહ્યાં છે. તેમનુ કહેવુ છે કે આ બેબીનુ નામ બાબર કે ઔરંગઝેબ રાખજો. ટ્વીટર પર બાબર અને ઔરંગઝેબ ટ્રેન્ડ કરી રહ્યું છે. કેટલાય લોકો કરીનાને બેબી જન્મવાની ખબરને શેર કરતાં બાબર અને ઔરંગઝેબ આવી ગયો, લખી રહ્યાં છે.



તૈમૂરના નામને લઇને વિવાદ
ખરેખરમાં વર્ષ 2016માં ડિસેમ્બરમાં જ્યારે કરીના કપૂર ખાને પહેલા દીકરાને જન્મ આપ્યો, તો તેના નામને લઇને ખુબ વિવાદ થયો. સૈફ અને કરીના કપૂરના દીકરાનુ નામ તૈમૂર અલી ખાન રાખ્યુ હતુ. આ નામ રાખવા પર કેટલાય સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓએ આનો વિરોધ કર્યો હતો. કેટલાય લોકો આના પર આપત્તિ દર્શાવીને વિરોધ કર્યો હતો. કેટલાક લોકો કહી રહ્યાં હતા કે આટલા મોટા સેલેબ્સ કઇ રીતે દેશમાં આક્રમણકારી રહેલા તૈમૂરના નામ પર પોતાના દીકરાનુ નામ રાખી શકે છે?