મુંબઇઃ બૉલીવુડ એભિનેત્રી કરીના કપૂર ખાન બી ટાઉનમાં પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની ફેશન સ્ટેટમેન્ટ માટે પણ ખુબ જાણીતી છે. કરીના પોતાના લૂક્સની સાથે સાથે જરા પણ કૉમ્પ્રૉમાઇઝન નથી કરતી. આ વાતનો અંદાજો એક વીડિયો પરથી લગાવી શકાય છે.

તાજેતરમાં સોશ્યલ મીડિયા પર કરિના કપૂર ખાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ડ્રેસ બરાબર ઇસ્ત્રી ના થવાને લઇને ગુસ્સાથી સ્ટાફ ગર્લને ખખડાવતી દેખાઇ રહી છે.

કરીના કપૂર રોડિયો સો What Woman Want ને હૉસ્ટ કરે છે, આ શૉમાં સેલેબ્સના આ ટૉપિક પર વાત કરતી દેખાય છે. વાયરલ વીડિયો આ જ ટૉક શૉનો સેટ છે. આમાં તે સ્ટાફ ગર્લનને ડ્રેસ પ્રેસ કરવાને લઇએ ખખડાવતી દેખાય છે.



કરિના કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના છેલ્લે ઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં જોવા મળી હતી. હવે તે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં દેખાશે.