એક્ટ્રેસ કરીના કપૂર ખાને બીજા બાળકના જન્મ બાદ ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રથમ તસવીર શેર કરી છે, જેમાં તે સ્કાય બ્લુ રંગના ટોપ, હેટ તથા ગોગલમાં જોવા મળે છે. ચાહકોએ ઘણા દિવસો બાદ કરીનાને સોશિયલ મીડિયા પર જોતા ખૂબ જ ખુશ છે અને તેની તસવીરમાં લાઈક કોમેન્ટ કરી રહ્યા છે.

કરીના કપૂર ખાને કેપ્શનમાં કહ્યું હતું, 'ઓહ ! હેલ્લો, અહીં...તમારા બધાની બહુ જ યાદ આવી રહી છે.' કરીનાએ 21 ફેબ્રુઆરીના રોજ મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. કરીનાને 23 ફેબ્રુઆરીના રોજ રજા આપવામાં આવી હતી.



કરીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે એટલે શક્યતા છે કે તે બીજા બાળકને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ બધાને મળાવશે. હવે એ તો આવનારો સમય બતાવશે કે સૈફ અને કરીના ક્યારે અને કઈ રીતે બીજા બાળકને દુનિયાની સામે લાવે છે.

ફિલ્મની વાત કરીએ તો કરીના કપૂર ખાન છેલ્લે ઈરફાન ખાન તથા રાધિકા મદનની ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ' માં જોવા મળી હતી. હવે તે આમિર ખાનની સાથે 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે.